આસારા બાપૂએ તેના ભક્તના માથા પર લાત મારી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિલ્હી ગેંગરેપનો શિકાર દામિનીને તેના બળાત્કાર બદલ દોષી ઠેરાવનાર અને તેના ટીકાકારોંની તુલના કુતરાં સાથે કરનાર આસારામ બાપુ ફરી એક વખત પોતાની વર્તણૂક અને નિવેદનને લીધે વિવાદમાં સપડાયા છે. મધ્યપ્રદેશના વિદિશામાં ચાર ફેબ્રુઆરીના એક સત્સંગ કાર્યક્રમમાં આસારામે યમદૂતને ગાળો આપી અને કાર્યક્રમના અંતે પોતના એક ભક્તને માથામાં લાત પણ મારી હતી. નાની વાત ઉપર પિત્તો ગુમાવી દેતા આસારામે થોડા મહિનાઓ પૂર્વે ગાજિયાબાદમાં પણ એક પત્રકારને સવાલ પૂછવા બદલ મુક્કો મારી દીધો હતો.

આસારામ બાપુના એક ભક્ત અમાન સિંહ દાંગીનો આક્ષેપ છે કે સત્સંગ પૂર્ણ થયા બાદ તે બાપૂને પગલે લાગવા અને આશીર્વાદ લેવા ગયો હતો. આસારામના પગ સ્પર્શવાનો પ્રસાય કરતાં તેને આસારામે લાગ મારીને દૂર ખદેડી દીધો હતો. વિદિશાના મૈદા મિલમાં આસારામના સત્સંગનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ્યારે તેઓ અહીંથી નિકળી રહ્યા હતા ત્યારે અમાન સિંહ દાંગીએ તેના પગે લાગવાનો પ્રયત્ન કર્યો હતો. દાંગીએ ટીવી મીડિયાને આપેલા નિવેદનમાં પોતાની આપવીતી જણાવી હતી. દાંગીએ કહ્યું કે બાપુની આ હરકતથી તે અત્યંત દુઃખી થયો છે. તેને પોતના પર પણ શરમ આવી અને રાત્રે બરોબર ઉંઘી પણ ન શક્યો. તેણે કહ્યું કે તે બાપુમાં અપાર શ્રદ્ધા ધરાવે છે પરંતુ આ ઘટનાથી તેના વિચારો બદલાઈ ગયા છે. અગાઉ આસારામે એક પ્રસંગમાં યમદૂતને મંચ ઉપરથી ગાળો ભાંડી હતી.

વધુ વાંચવા માટે તસવીર સ્ક્રોલ કરો...