આસારામે શહેનશાહની જેમ જેલમાં કરવી હતી મજા, વ્યક્ત કરેલી ઈચ્છા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો થઈ રહ્યો છે મોટાપાયે શેયર
તિહાર બાદ હતી સાબરમતી જેલની 'પ્રેફરન્સ'

બળાત્કારના આરોપોમાં જેલમાં બંધ આસારામે તિહાર જેલમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એક પ્રવચનમાં આસારામે આ ઈચ્છા તેમના ભક્તો સમક્ષ વ્યક્ત કરી હતી. એક વીડિયોમાં આસારામને એમ કહેતા સાંભળી શકાય છે કે, એક શહેનશાહની જેમ તેઓ તિહાર જેલમાં અમુક દિવસો પસાર કરવા માંગે છે. આસારામે શેખી મારવાના અંદાજમાં સરકાર પર આરોપ મુક્યો હતો કે, સરકાર તેમને તિહાર જેલમાં મોકલવાનું કાવતરું કરી રહી છે.

આ વીડિયો પ્રવચનને લોકો શેયર કરી રહ્યાં છે. આસારામ કહી રહ્યાં છે કે, તેમણે જેલમાં જવાનો સંકલ્પ લીધો છે. મને તિહાર જેલમાં જવાનો સંકલ્પ થઈ રહ્યો છે. ખરું કહું છું, ખબર નહીં કયા નિમિતે જઈશ. એમ પણ જાવ અથવા તો એક કે બે મહિનામાં સરકાર કોઈ કાવતરું કરે અને મને તિહારમાં જવા દે.

શું કહે છે આસારામ એ વીડિયોમાં, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.