લખનૌ: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-એતિહાદુલ મુસ્લિમીન (AIMIM)એ રમઝાનને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશમાં તેમનું ગ્રુપ બનાવવા માટે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તેઓ પોતાનું એક ગ્રુપ બનાવવા માટે ઈફ્તાર પાર્ટી આપવામાં છે. આ પાર્ટીની શરૂઆત સોમવારથી મેરઠમાંથી થઈ રહી છે. અહિ પાર્ટીના અધ્યક્ષ અસદ્દદીન ઓવૈસી પાર્ટી આપવાના છે. મંગળવારે તેઓ આગરામાં પાર્ટી આપવાના છે. આ પાર્ટીમાં તેઓ મહત્વના લોકોને જ બોલાવશે અને યુપીના રાજકારણની નીતિ સમજવાનો પ્રયત્ન કરશે. તેઓ આ પાર્ટી દ્વારા પુપીમાં તેમનો જનાધાર બનાવવાનો પ્લાન તૈયાર કરશે.
યુપીના બીજા શહેરોમાં પણ થશે પાર્ટી
AIMIMના યુપી કોઓર્ડિનેટર શૌકત અલીના જણાવ્યા પ્રમાણે હાલ યુપીના બે શહેરોમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આગામી સમયમાં તેને અન્ય શહેરોમાં પણ આયોજિત કરવામાં આવશે. ઈફ્તાર પાર્ટીમાં હાજર રહ્યા પછી ઓવૈસી પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેસીને આગામી કાર્યક્રમ નક્કી કરશે.
કેમ આપે છે ઈફ્તાર પાર્ટી
ઓવૈસી 2017ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશમાં તેમનું ગ્રૂપ બનાવવાનું નક્કી કરી રહ્યાં છે. તેમની પાર્ટી ઈલાહાબાદ, આગરા, આઝમગઢ, મેરઠ અને ફૈજાબાદ જેવા શહેરોમાં જનસભાનું આયોજન કરવાની પણ મંજૂરી માગવામાં આવી છે. જોકે અખિલેશ સરકારે હજુ સુધી તેમને આવી કોઈ મંજૂરી આપી નથી. આ વિશે AIMIMએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ મહિને આ મુદ્દા પર સુનવમી કરાશે. જનસભાની મંજૂરી ન મળતા ઓવૈસી ઈફ્તાર પાર્ટીઓ દ્વારા તેમનું ગ્રૂપ ઉભુ કરવાનું આયોજન કરી રહ્યાં છે.
હૈદરાબાદના દરેક બાળકો મુસ્લિમ જ પેદા થાય છે તે સ્વાભાવિક છે કે, ધર્માંતરણ આધારિત નિવેદન છે. પરંતુ આ વિવાદા સ્પદ નિવેદન પછી સવાલ એ ઉભો થાય છે કે, ઓવૈસી રાજકીય લાભ લેવા માટે આવુ નિવેદન કેમ આપી રહ્યા છે.
મહારાષ્ટ્રના પરિણામથી ઉત્સાહિત છે ઓવૈસી
હૈદરાબાદ અને આંધ્ર પ્રદેશ સુધી સીમીત માનવામાં આવતી ઓવૈસી પાર્ટીએ મહારાષ્ટ્રમાં વિધાન ચૂંટણીમાં 24 સીટ પર તેમના ઉમેદવાર ઊભા કર્યા હતા. પાર્ટીને કુલ 5.13 લાખ મત મળ્યા હતા. 2 સીટ ઉપર જીત પણ મળી હતી. 12 સીટ પર ઉમેદવારોએ ટક્કર આપી હતી. મહારાષ્ટ્રના પરિણામ પછી ઓવૈસીએ નિવેદન આપ્યું હતું કે તેમની પાર્ટી હવે ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ પર ફોક્સ કરશે. કારણકે અહિ મુસ્લિમો માટે અવાજ ઉઠાવવા માટે કોઈ પાર્ટી નથી.
યુપીનું ગણીત
આંકડા જોવા જઈએ તો ઉત્તર પ્રદેશમાં 3.7 કરોડ મુસ્લિમ છે. 80માંથી 34 સીટ પર સીધા મુસ્લિમ મતદારોની અસર થાય છે. રાજ્યમાં 2017માં ચૂંટણી છે. આ પહેલા પશ્ચિમ બંગાળાં 2016માં ચૂંટણી છે. અહિ 9 કરોડની વસતીમાં 2 કરોડ મુસ્લિમ છે.રાજ્યમાં 42માંથી 19 લોકસભા સીટ પર મુસ્લિમ મતદારોની અસર છે.