અરુણા રોયએ NACમાંથી આપ્યું રાજીનામું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સામાજિક કાર્યકર અરુણા રોયની યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રીય સલાહકાર સમિતિના સભ્યપદની મુદત શુક્રવારે પૂરી થાય છે. મનરેગા કામદારોના લઘુતમ વેતન અંગે પરિષદે કરેલી ભલામણોને સરકાર વિચારણામાં લેતી ના હોવાથી નારાજ થયેલાં અરુણા રોયએ મુદત પૂરી થયા પછી પરિષદમાં સભ્યપદે ચાલુ ના રહેવા નિર્ણય લીધો છે.

અરુણા રોયે રાષ્ટ્રીય પરિષદના સભ્યપદે આગળની મુદત માટે તેમના નામની વિચારણા ના કરવા સોનિયા ગાંધીને પત્ર લખીને જાણ કરતાં સોનિયા ગાંધીએ તેમની વિનંતીનો સ્વીકાર કર્યો છે. મનરેગા કામદારોના લઘુતમ વેતન અંગેની દરખાસ્તોને વિચારણામાં ના લેવા બદલ અરુણા રોય વડાપ્રધાન કાર્યાલયની આલોચના કરી રહ્યાં છે.