આર્મી ગમેતેવી પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર, CAGના રિપોર્ટ પર રક્ષા મંત્રીનું નિવેદન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ ચીનની સાથે ડોકલામમાં જોવા મળતા સરહદ વિવાદની વચ્ચે રક્ષા મંત્રી અરૂણ જેટલીએ શુક્રવારે સંસદમાં જણાવ્યું કે ભારતીય સેના કોઈ પણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ રીતે તૈયાર છે. યુદ્ધની સ્થિતિમાં દારૂ-ગોળોની ઉણપનો દાવો કરનારા CAGના રિપોર્ટ પર જેટલીએ કહ્યું કે, “ જો દારૂ-ગોળાના ભંડારમાં કોઈ ઘટાડો છે તો તેને તુરંત પૂર્ણ કરવામાં આવશે.” રિપોર્ટમાં CAG દ્વારા આર્મીને દારૂ-ગોળાની સપ્લાઈને લઈને ઓર્ડિનન્સ ફેકટરી બોર્ડ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
 
જવાબદાર અધિકારીઓ પર થઈ શકે છે કાર્યવાહી
 
- જેટલીએ આગળ જણાવ્યું કે, “ રિપોર્ટને સંસદમાં રાખવામાં આવ્યા બાદ આને લઈને પબ્લિક એકાઉન્ટ કમિટીની પાસે જશે. જો કમિટી આને લઈને કોઈ સલાહ આપે છે તો જરૂરી પગલાં ઉઠાવવામાં આવશે.”
- આ સવાલ પર કે શું CAG રિપોર્ટ મુજબ, દારૂ-ગોળાના ભંડારમાં ઉણપ માટે જવાબદાર અધિકારી સામે કાર્યવાહી થશે? જેટલીએ કહ્યું કે “ જો જરૂરી લાગશે તો કાર્યવાહી કરવામાં આવશે.”
- જેટલીએ જવાબ દરમિયાન એક સાંસદે દારૂ-ગોળાની માત્રા અને અન્ય જાણકારી મેળવવાની ઈચ્છા દર્શાવી. ત્યારે આ બાબત પર રક્ષા મંત્રીએ કહ્યું કે તેનો ખુલાસો કરવો દેશની જનતાના હિતમાં નથી.
 
શું છે CAG રિપોર્ટમાં ?
 
- CAG (Comptroller and Auditor General Of India)એ 22 જુલાઈએ આર્મીના દારૂ-ગોળાની સ્થિતિ પર સંસદમાં ફોલોઅપ ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો. જે મુજબ સેના પાસે ઘણાં જ ઓછા પ્રમાણમાં દારૂ ગોળો બચ્યો છે. જો આર્મીને યુદ્ધ કરવું પડે તો ઉપયોગ કરનારા હથિયારો અને અન્ય સામાનમાં 40% તો 10 દિવસ પણ નહીં ચાલી શકે. 70% ટેન્ક અને તોપના 44% ગોળાઓનો ભંડાર પણ 10 દિવસ જ ચાલી શકશે.
- જયારે કે નિયમ છે કે કયારેય પણ યુદ્ધ માટે તૈયારીના ભાગરૂપે આર્મીની પાસે 40 દિવસ સુધી દારૂગોળાનો ભંડાર હોવો જોઈએ. આ સ્થિતિ ત્યારે છે, જયારે બે વર્ષ પહેલાં મે, 2015માં CAGના રિપોર્ટમાં આર્મીના ગોળા-બારૂદના ભંડારનો ડિટેઈલ રિપોર્ટ સંસદમાં રાખવામાં આવ્યો હતો. સરહદ પર ચીન-પાકિસ્તાનના પડકાર વચ્ચે આ રિપોર્ટ ખતરારૂપી છે.
- CAGના રિપોર્ટમાં લખ્યું છે કે ત્રણ વર્ષ પછી પણ યુદ્ધ માટે જરૂરી ભંડાર રાખવાના હેતુસર કોઈ જ સુધારો નથી આવ્યો. માર્ચ, 2013 પછી પણ સેનાના દારૂ-ગોળાના ભંડારમાં ઉણપ અને ઓર્ડિનન્સ ફેકટરી બોર્ડ તરફથી સપ્લાઈ કરવામાં આવેલા દારૂગોળાની ક્વોલિટીમાં કોઈ ખાસ સુધારો નથી આવ્યો.
 
તોપ માટે ફ્યૂઝમાં હજુ 83%નો ઘટાડો
 
- રિપોર્ટ મુજબ તોપોમાં ઉપયોગ થનારા ફ્યૂઝની આર્મી પાસે ઘણી જ ઉણપ છે. આર્મીએ તૈયારી વગર મેન્યુઅલને બદલે ઈલેકટ્રોનિક ફ્યૂઝ પર શિફ્ટ થવાનો ફેંસલો કર્યો હતો. 2015ના રિપોર્ટમાં 89% ફ્યૂઝ ઓછા હતા. ત્રણ વર્ષ બાદ પણ 83% ફ્યૂઝની ઉણપ યથાવત છે.
 
88 % દારૂગોળો માત્ર 5 દિવસમાં જ પૂર્ણ થઈ જશે
 
- રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માત્ર જંગ નહીં પરંતુ સૈનિકોની ટ્રેનિંગ માટે જરૂરી દારૂગોળાના ભંડારની પણ ઘટ છે. 2015માં 91% દારૂ ગોળો 5 દિવસથી પણ ઓછો ચાલવાનો હતો. હવે 88% દારૂ ગોળો પાંચ દિવસથી પણ ઓછા સમય માટે ચાલી શકશે. 
અન્ય સમાચારો પણ છે...