તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઈકોર્ટમાં 500 જજોની પોસ્ટ ખાલી, સરકાર સુવિધા આપવા તૈયાર નથીઃ CJI ઠાકુર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જે.એસ.ઠાકુરનું કહેવું છે કે દેશની વિવિધ હાઈકોર્ટ્સમાં જજોની આશરે 500 પોસ્ટ્સ ખાલી છે. પરંતુ સરકાર કોઈ સુવિધા આપવા તૈયાર નથી. તેથી ખાલી પડેલી પોસ્ટ ભરવામાં આવતી નથી. ઠાકુરે કહ્યું કે દેશના કોર્ટ રૂમ ખાલી પડ્યા છે.
હું મારા સાથીઓને ટ્રિબ્યુનલમાં કેવી રીતે મોકલું
- એક પ્રોગ્રામ દરમિયાન ઠાકુરે કહ્યુ કે, જ્યુડિશિયર ટ્રિબ્યુનલ બનાવવા સામે નથી. પરંતું તેનાથી બોજ થોડા અંશે ઓછો થશે. પરંતુ મુશ્કેલી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની છે.
- આજે સ્થિતિ એવી છે કે સુપ્રીમ કોર્ટના કોઈ રિટાયર્ડ જજ ટ્રિબ્યુનલમાં જવા નથી માંગતા. હું પણ મારા રિટાયર્ડ સાથીઓને ત્યાં મોકલવામાં દુઃખ અનુભવું છું. સરકાર પ્રોપર ફેસિલિટી આપવા તૈયાર નથી.
- ઉલ્લેખનીય છે કે જ્યુડિશિયરી દ્વારા નેશનલ જ્યૂડિશિયલ કમીશનની ઓફર ફગાવી દેવામાં આવ્યા બાદ બંનેમાં ટકરાવ છે.
- 28 ઓક્ટોબરે, સુપ્રીમ કોર્ટે સરકારને ફટકાર લગાવતાં કહ્યું હતું કે, કોલેજિયમ દ્વારા 9 મહિના પહેલા જ જજોના નામને મંજૂર કરવામાં આવ્યા બાદ તેમના નામની એપોઈન્ટમેન્ટ થઈ શકી નથી.
- આ દરમિયાન કોર્ટે એટોર્ની જનરલ મુકુલ રોહતગીને કહ્યું હતું, શું તમે કોર્ટ અને જજોને બંધ કરી દેવા માંગો છો?
- ઠાકુર એકવાર પીએમ મોદીની હાજરીમાં આ મુદ્દા પર ઘણા ભાવુક થઈ ગયા હતા.
કોર્ટ અને સરકારમાં ટકરાવ વધ્યો
- જજોની એપોઈન્ટમેન્ટ માટે કોલેજિમ દ્વાર મોકલવામા આવેલા 43 નામો પરત કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે 18 નવેમ્બરે નામંજૂર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આ નામો પર 3 સપ્તાહની અંદર ફરી વિચાર કરે.
- કોલેજિયમે હાઈકોર્ટમાં જજોની ભરતી માટે 77નામોની યાદી કેન્દ્રને મોકલી હતી. કેન્દ્રએ 34 નામ મંજૂર કરીને 43 નામ પરત કર્યા હતા.
- સરકારે કહ્યું હતું કે જે જજોના નામ પરત મોકલવામાં આવ્યા છે તેમની સામે ગંભીર પ્રકારની ફરિયાદો હતી.
કેન્દ્રએ કોલેજિયમને મોકલ્યું હતું મેમોરેન્ડમ ઓફ પ્રોસિઝર
- આ મુદ્દે 11 નવેમ્બરે ચીફ જસ્ટિસ ટીએસ ઠાકુર, જસ્ટિસ શિવાકીર્તિ સિંહ અને જસ્ટિસ એલ.નાગેશ્વર રાવની બેંચમાં સુનાવણી થઈ હતી. ત્યારે સુપ્રીમ કોર્ટમાં સરકાર વતી એટર્ની જનરલ મુકુલ રોહતગી રજૂ થયા હતા.
-રોહતગીએ કોર્ટમાં કહ્યું હતું કે કોલેજિયમમાં મોકલવામાં આવેલા 77માંથી 34 નામોની એપોઈન્ટમેન્ટ પર સરકારે મોહર લગાવી દીધી છે. બાકી વધેલા 43 નામો પર પુનઃ વિચાર માટે કોલેજિયમને મોકલવામાં આવ્યા છે.
- રોહતગીએ કહ્યું, કેન્દ્રમાં મેમોરેન્ડમ ઓફ પ્રોસિઝર (MoP)ના નવા ડ્રાફ્ટ પર પુનઃવિચાર માટે 3 ઓગસ્ટે મોકલ્યું હતું, પરંતુ જવાબ મળ્યો નથી.
સરકારે લગાવી હતી ફટકાર
- સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં જજોની નિમણૂકમાં વિલંબને લઈને પહેલાં સરકારને ફટકાર લગાવી હતી.
- સુપ્રીમ કોર્ટ કહ્યું હતું કે કોલેજિયમની રિકમંડેશન છતાં એપોઈન્ટમેન્ટમાં વિલંબ કેમ થઈ રહ્યો છે. સમગ્ર સંસ્થાને ઠપ ન કરી શકાય.
- સુપ્રીમે કહ્યું હતું જજોની નિમણૂંકમાં વિલંબથી કોર્ટ રૂમ લોક કરવાની સ્થિતિ આવી ગઈ છે. લોકોને ન્યાય આપવાનું બંધ કરી દેવું જોઈએ, તેમ પણ સુપ્રીમે કેન્દ્રને પૂછ્યું હતું.
કોર્ટ બંધ કરાવની સ્થિતિ ન આવેઃ SC
-ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે કેન્દ્ર આને ઈગો ન બનાવે. એક ઈન્સ્ટીટ્યૂશન બીજા સામે ઉભું થઈ જાય તેવી સ્થિતિ ન આવવી જોઈએ.
- તેમણે કહ્યું, જ્યુડિશિયરીને બચાવવી પડશે. કેન્દ્ર જવાબ આપે કે ઈલાહાબાદ હાઈકોર્ટના જજોની લિસ્ટનું શું થયું. જો કોઈ મુશ્કેલી હોય તો લિસ્ટ અમને મોકલો અમે પુનઃ વિચાર કરીશું.
-એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે, જે નામ મોકલવામાં આવ્યા હતા તેમાંથી અનેક નામ યોગ્ય નહોતા.
અન્ય સમાચારો પણ છે...