તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DB EXCL: 17 વર્ષે આર્મી એન્જિનિયર્સને ટ્રાવેલ્સ માટે કર્યા એલર્ટ, બોર્ડર પરના હાઈવે કરાયા બંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોધપુર/નવી દિલ્હી: 1999માં કારગીલ જંગના 17 વર્ષ પછી પહેલી વાર આર્મી એન્જિનિયર્સને સમગ્ર સામાન સાથે ક્યાંય પણ ટ્રાવેલ કરવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે. ગુરુવારે મોડી રાતે સુખોઈ, મિગ, મિરાજ અને જગુઆર હેલિકોપ્ટર સાથે જોડાયેલા આર્મી સ્ટાફની એક મીટિંગ અંદાજે 40 મિનિટ સુધી બેંગલુરુમાં થઈ હતી. પાકિસ્તાન કોઈ પણ સમયે વળતો હુમલો કરી શકે છે અને તેનો જવાબ કેવી રીતે આપી શકાય તે હેતુ માટે આ મીટિંગ કરવામાં આવી હતી. બીજી બાજુ ભારતની સર્જિકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાને પણ કરાચી અને મુલ્તાનના સ્ટ્રાઈક કોરને તૈયાર રહેવાના ઓર્ડર આપવામાં આવ્યા છે.
સર્જિકલ સ્ટ્રાઈક માટે રાતનો સમય પસંદ કરવાનો શું કારણ?

- સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની આર્મીએ કરાચી અને મુલ્તાન સ્થિત સ્ટ્રાઈક કોરને કોઈ પણ સમયે એક્શન માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે.
- સિંઘ એરિયામાં ટ્રેનનું નેટવર્ક નબળું હોવાના કારણે બોર્ડરને જોડનાર બે હાઈવે ખાલી કરાવી દેવામાં આવ્યા છે.
- માનવામાં આવે છે કે, સર્જિકલ સ્ટ્રાઈક માટે સરકાર તરફથી આર્મીને છૂટ આપી દેવામાં આવી છે. સર્જિકલ સ્ટ્રાઈક માટે બુધવાર રાતનો સમય પસંદ કરવાને આર્મીની સ્ટ્રેટેજી માનવમાં આવે છે.
- સૂત્રોના મત પ્રમાણે આર્મીને સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, પીઓકેનો વિસ્તાર પણ ભારતનો જ છે. તેથી ત્યાં કાર્યવાહી કરવામાં સહેજ પણ અટકવાની જરૂર નથી. આર્મી એસ્કપર્ટના જણાવ્યા પ્રમાણે, આગામી સમયમાં પણ આ પ્રમાણેની કાર્યવાહી થઈ શકે છે.
હુમલા કરતા વધારે સમય આવવા-જવામાં થયો

- પીઓકેમાં ભારતીય આર્મીએ 7 ટેરર કેમ્પ અને 38 આતંકીને મારી નાખ્યા. 2 કેમ્પની તપાસ કરતા ત્યાંથી કઈ ખાસ મળ્યુ નહતું. કમાન્ડોએ કેમ્પ પર હુમલો કરવાની કાર્યવાહીમાં ખૂબ ઓછો સમય લીધો હતો. મોટા ભાગનો સમય આવવા જવામા ગયો હતો. હુમલા દરમિયાન પાકિસ્તાની આર્મીને ગેરમાર્ગે દોરવા માટે જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર બીજા વિસ્તારમાં ઓર્ટિલરી ગનથી ફાયર અને હેલિકોપ્ટર ઉડાવવામાં આવ્યા હતા. ત્યારપછી અન્ય વિસ્તારમાંથી પેરા કમાન્ડોએ અંદર ઘૂસીને સ્ટ્રાઈક કરી હતી. આ કાર્યવાહી દરમિયાન પેરા કમાન્ડો સાથે 6 બિહાર અને 10 ડોગરા રેજિમેન્ટના જવાનો પણ સાથે હતા.
આગળની સ્લાઈડમાં વાંચો કાર્યવાહી પછી શું કહ્યું શહીદની પત્નીએ
અન્ય સમાચારો પણ છે...