સહાયક સિસ્ટમ બદલવાની સેનાની તૈયારી, જવાનો કરી રહ્યાં છે વિરોધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીનગરઃ સેના હવે બ્રિટિશ કાળની સહાયક સિસ્ટમમાં સામાન્ય લોકોની ભરતી કરવા અંગે વિચારી રહી છે. છેલ્લાં કેટલાંક સમયમાં અનેક જવાનોએ ખુલીને આ સહાયક વ્યવસ્થા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. અનેક જવાનોના આરોપ છે કે અધિકારી પોતાના સહાયકની સાથે નોકર જેવો વર્તાવ કરે છે. જવાનોના વિરોધને કારણે સેના હવે સામાન્ય લોકોને સહાયક તરીકે નિયુક્ત કરવાનું વિચારી રહી છે.
 
શું છે સહાયક સિસ્ટમ?
 
- સહાયક સિસ્ટમમાં અધિકારીઓની સહાયતા અને બાકી કામો માટે એક જવાનની સહાયક તરીકે નિમણૂંક થતી હતી.
- સહાયક સેનાના જવાન હોય છે અને તેમની જવાબદારી અધિકારીઓની સુરક્ષા કરવી, તેમના હથિયારો અને ઉપકરણોની સાચવણી કરવી તેમજ તેમની જવાબદારીઓ પૂરી કરવામાં મદદરૂપ થવું. 
- જો કે મોટી સંખ્યામાં જવાનો દ્વારા સહાયક બનવાનો વિરોધ ઉઠતા સેના આ મુદ્દે ગંભીરતાથી વિચારી રહી છે.
- સેનાના એક વરિષ્ઠ અધિકારે જણાવ્યું કે, મુખ્ય સૈન્ય મથકો અને મહત્વના ક્ષેત્રોમાં સહાયક વ્યવસ્થા યથાવત રહેશે. જેનું કારણ છે કે સેનામાં સહાયકોની જવાબદારીઓ પણ નક્કી હોય છે. એવામાં જો સહાયકોને હટાવવામાં આવે તો મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે, જે સેના માટે યોગ્ય નથી.
 
સહાયક સિસ્ટમનો વિરોધ
 
- છેલ્લાં કેટલાંક મહિનામાં અનેક એવા વીડિયો સામે આવ્યાં છે જેમાં સેનાના જવાન સહાય સિસ્ટમ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતાં નજરે પડે છે.
- કેટલાંક જવાનોનો આરોપ છે કે, અધિકારી પોતાના સહાયકની સાથે નોકર જેવો વ્યવહાર કરે છે.
- આ વર્ષે જ માર્ચમાં રોય મેથ્યુ નામના એક જવાનનો મૃતદેહ મહારાષ્ટ્રની એક સૈન્ય છાવણીની છત પર લટકતો મળ્યો હતો. મૈથ્યુનો એક સ્ટિંગ વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ વરિષ્ઠ અધિકારીઓના ઘરના કામકાજ કરાવવાની ફરિયાદ કરી રહ્યો છે.
- જે બાદ કેટલાંક દિવસો પછી એક અન્ય સિપાહીએ સહાયક વ્યવસ્થાની આલોચના કરતાં એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં જવાને અધિકારી પર આરોપ લગાવ્યો હતો કે તેઓ તેની સાથે ગુલા જેવો વ્યવહાર કરે છે.
 
સરકારનો બચાવ
 
- આ વર્ષે માર્ચમાં સરકારે સેનાની સહાયક વ્યવસ્થાને ઘણો જ મજબૂતીથી બચાવ કર્યો હતો. સરકારે તર્ક આપ્યો હતો કે સૈન્ય અધિકારી પોતાની જવાબદારી સારી રીતે પૂરી કરી શકે, જેમાં સહાયકોની ઘણી જ મહત્વની ભૂમિકા હોય છે.
- સરકાર તરફથી તેમ પણ કહેવામાં આવ્યું હતું સહાયકો પાસેથી અસન્માનજનક કામ ન કરાવવું.