તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Army Man Shoots Five Colleagues Dead In An Army Camp In Ganderbal District, Kills Self

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંચ સાથીઓની ગોળી મારી હત્યા સેનાના જવાને આત્મહત્યા કરી લીધી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જમ્મૂ – કાશ્મીરના ગોંદરબલ વિસ્તારમાં આવેલા આર્મીના કેમ્પમાં સેનાના એક જવાને પોતાના પાંચ સાથીઓની ગોળી મારી કરપીણ હત્યા કરી દીધી છે. પાંચ આર્મી જવાનોને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેણે જાટે પણ ગોળી ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

આ મામલે ઉચ્ચ કક્ષાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હત્યા કેમ કરવામાં આવી અને તે જવાન વિશે હજુ સુધી કોઇ માહિતી બહાર આવી નથી. માનસબલ આર્મી કેમ્પના 13 RR(રાષ્ટ્રીય રાઇફલ) યુનિટમાં આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી. જવાને પોતાની સર્વિસ રાઇફલથી એક પછી એક ગોળીબાર કરી સાથીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતાં.

પ્રવક્તા લેફ. કર્નલ એન.એમ. જોશીએ જણાવ્યું હતું કે આર્મી કેમ્પમાં જ આ ઘટના સર્જાઇ હતી. હત્યા અને તેની પાછળના કારણોની તપાસ આર્મી કોર્ટ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ જ ચોક્કસ કારણો જાણી શકાશે.

જવાનોની ફરિયાદ

કાશ્મીરના ખીણપ્રદેશમાં તથા દેશના અન્ય 'ડિસ્ટર્બ્ડ' વિસ્તારોમાં તહેનાત સેના અને અર્ધલશ્કરી દળોના જવાનો કામ માટેના વિપરીત સંજોગોની ફરિયાદ કરતા જણાય છે. ઉપરાંત કામના વધુ કલાકો અને ર જાઓ આપવામાં ઈન્કારને કારણે તેમના માનસ પર વિપરીત અસર થતી હોય છે. ગુરૂવારે સવારે થયેલા હત્યાકાંડ માટેનું ચોક્કસ કારણ તપાસ બાદ જ જાણી શકાશે.

તસવીરમાં રાષ્ટ્રીય રાઇફલ કેમ્પ

આગળ જૂઓ, કાશ્મીરના એ વિસ્તારને કેવી વિકટ પરિસ્થિતિઓમાં કામ કરતા હોય છે આર્મી જવાનો?

ક્લિક કરો આગળની સ્લાઇડ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો