તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 લીટર દૂધ, ઘી ખાઈને બનાવી આવી બોડી, આ જવાને પહેલવાનને આપી પછડાટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝીંદ (હરિયાણા). અર્જુન સ્ટેડિયમમાં સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા આયોજીત ત્રિદિવસીય સ્ટેટ લેવલ અખાડા કુશ્તી ચેમ્પિયનશિપનું શુક્રવારે સમાપન થયું. સ્પર્ધામાં હરિયાણા કેસરીનો એવોર્ડ પાનીપતના પહેલવાન મોનુએ જીત્યો. ચીફ ગેસ્ટ ડીસી વિનય સિહે તેને 1.50 લાખ રૂપિયાની એવોર્ડ મનીનો ચેક આપીને સન્માન કર્યું. ઉલ્લેખનીય છે કે મોનુ ઈન્ડિયન આર્મીમાં નાયબ સૂબેદારની પોસ્ટ પર તહેનાત છે.
 
પિતા પણ હતા પહેલવાન
 
- કુરાના ગામના મોનુના જણાવ્યા મુજબ, તેના પિતા મહાવીર પણ સારા પહેલવાન હતા. તેઓ રાજ્ય તથા નેશનલ લેવલ પર ન રમી શક્યાનું દુખ હતું.
- મોનુએ જણાવ્યું કે, પિતાનું સપનું પૂરુ કરવા માટે તેણે કુશ્તીની શરૂઆત કરી.
- ગામમાં સુવિધાના અભાવના કારણે તેના પિતાએ દિલ્હી મોકલી દીધો.
- દિલ્હીના સતપાલ અખાડામાં કુશ્તીના દાવ-પેચ શીખ્યાં. હરિયાણા કેસરીનો એવોર્ડ જીતીને મોનુએ પિતાનું સપનું પણ પૂરું કર્યુ છે.
 
ડાઈટમાં લે છે દૂધ, બદામ
 
- આર્મીમાં નાયક સુબેદારની પોસ્ટ પર તહેનાત મોનુ રોજની ચાર કલાક પ્રેક્ટિસ કરે છે.
- ચાર લીટર દૂધ, 100 ગ્રામ ઘી, 100 ગ્રામ પલાળેલી બદામ અને એક લીટર દાડમનું જ્યૂસ પીવે છે.
- તે આગામી મહિને દિલ્હીમાં યોજાનારી એશિયન ચેમ્પિયનશિપમાં હિસ્સો લેશે અને ગોલ્ડ મેડલ જીતવાનું તેનું આગામી લક્ષ્ય છે.
 
ઈન્ડિયા કેમ્પમાં થઈ ચૂક્યું છે સિલેકશન
 
- મોનુએ જણાવ્યું કે જૂનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને સીનિયર રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મળી ચૂક્યા છે.
- તેનું સિલેક્શન ઈન્ડિયા કેમ્પ માટે થયું હોવાથી તે હાલ રજા પર છે. આ વાતનો ફાયદો ઉઠાવીને તેણે હરિયાણા કેસરી સ્પર્ધામાં ભાગ લીધો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો