સલામ: જેમણે પથ્થરો માર્યાં, તેમને નવજીવન આપ્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ઉશ્કેરાટના કાળમાં દેશના સુરક્ષાબળના જવાનોને ફટકારી રહેલા કાશ્મીરી યુવાનો)
*પોતાના પ્રાણોની પરવાહ કર્યાં વગર કાશ્મીરીઓને બચાવવામાં લાગેલા છે જવાનો
શ્રીનગર: છેલ્લા ચાર દિવસથી જમ્મુ અને કાશ્મીર પૂરથી ધમરોળાઈ રહ્યું છે. તેને બેઠું કરવા માટે કેન્દ્ર સરકારે રૂ. એક હજાર કરોડની જાહેરાત કરી છે. તામિલનાડુ, ઓડિશા, મધ્યપ્રદેશ, ગુજરાત તથા અન્ય રાજ્ય સરકારોએ પણ યથાશક્તિ સહાયની જાહેરાત કરી છે. જો કે, આ સહાય પહેલા બચાવકાર્યની કપરી કામગીરી સેનાના જવાનોની ઉપર આવી રહી છે.

શ્રીનગરના ભાગલાવાદી નેતાઓ, મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહ, સૈયદ અલી શાહ ગિલાની તથા યાસિન મલિક જેવા ભાગલાવદી નેતાઓ જે સૈનિકોને કાશ્મીરમાંથી ખદેડી મુકવાની વાત કરતા હતા, તે જ સૈનિકો આજે તેમના દેશબાંધવોને કાજે જાનની બાજી લગાવીને બચાવ કામગીરી કરી રહ્યાં છે. તેમની સાથે જમ્મુ અને કાશ્મીર પોલીસ તથા અર્ધલશ્કરી દળોનાં જવાનો છે. જેઓ છાશવારે ગેરમાર્ગે દોરવાયેલા કાશ્મીરી યુવાનોના પથ્થરમારોનો ભોગ બનતા રહ્યાં છે. એનડીઆરએફની ટૂકડીઓ (જે પણ સીઆરપીએફ, સીઆઈએસએફ અને બીએસએફ જેવા અર્ધલશ્કરી દળોની બની છે.) પણ તેમાં મદદ કરી રહી છે. એરફોર્સ પણ રાહત અને બચાવકામગીરી પહોંચાડવામાં મદદ કરી રહ્યું છે.

પ્રતિક્રિયાઓ
*કાશ્મીરમાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સેનાના જવાનો કામે લાગેલા છે. જે લોકો સેનાને હટાવવાની વાત કરે છે. તેઓ આ વાતની નોંધ લે તો સારી વાત છે. – મુખ્તાર અબ્બાસ નક્વી, નેતા, ભાજપ
*કાશ્મીરમાં પૂરમાંથી નાગરિકોને બહાર કાઢતા સેનાના જવાનોને હું સલામ કરું છું. – સંજય નિરૂપમ, નેતા, મહારાષ્ટ્ર કોંગ્રેસ
તમામ તસવીરો-સ્ત્રોત, ઈન્ટરનેટ
ઈતિહાસની આરસીમાં નજર કરીએ કેવા જુલ્મો સહન કરીને પણ આજે હસતાં મોઢે દેશબાંધવોની સેવામાં જવાનો તહેનાત છે. પોતાના પ્રાણોની પરવાહ કર્યાં વગર તેઓ રાહત અને બચાવકામગીરીમાં લાગેલા છે.