સેનાની જુગાડી યુક્તિથી ચાર્જ થઈ રહ્યા છે ઘાટીના મોબાઈલ, સોશ્યલ મીડિયા પણ મોટું મદદગાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટોઃ સેનાના આ મોબાઈલ ચાર્જર ટ્રક જ્યાં પણ જાય છે ત્યાં ભીડ એકઠી થઈ જાય છે.)

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આવેલા ભીષણ પૂરના કારણે વીજળી ડૂલ થઈ ગઈ હતી અને લોકો પોતાના મોબાઈલ ચાર્જ નહોતા કરી શક્તા. પરંતુ લોકોની લાઈફલાઈન બની ચૂકેલા આ ઉપકરણમાં જીવ ફૂંકવા સેનાની જુગાડી યુક્તિ કામ આવી છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે અને આગામી ઘણા દિવસો સુધી વીજળી પાછી આવવાની શક્યતાઓ દેખાઈ નથી રહી. પૂરમાં ફસાયેલા લાખો લોકોને બહારની દુનિયા સાથે જોડવા માટેનો એકમાત્ર આધાર મોબાઈલ છે પરંતુ વીજળી ન હોવાના કારણે આ લોકોના શ્વાસ અટકી ગયા છે. સેનાએ આ સમસ્યા દૂર કરવા માટે અનોખો રસ્તો શોધી લીધો છે. સેનાએ શક્તિશાળી જનરેટરોની મદદથી પોતાના ટ્રકોને મોબાઈલ ચાર્જર તરીકે ફેરવી દીધા છે જેનાથી એક સાથે દઝનો મોબાઈલ ચાર્જ થઈ રહ્યા છે.
પૂરથી સૌથી વધુ પ્રભાવિત શ્રીનગરમાં હજારો લોકો આ ટ્રકો દ્વારા પોતાના મોબાઈલ ચાર્જ કરી રહ્યા છે. આ મોબાઈલ ચાર્જર ટ્રક જ્યાં પણ જાય છે ત્યાં લોકોની ભીડ એકત્ર થઈ જાય છે. સેનાએ ૩૮ ટ્રકોને મોબાઈલ ચાર્જરમાં ફેરવી દીધી છે ને ફરી-ફરીને શહેરના લોકોના મોબાઈલ ચાર્જ કરી રહી છે. પાછલા છ દશકાની સૌથી ભયાનક ત્રાસદીનો સામનો કરી રહેલા જમ્મુ-કાશ્મીરમાં સેના એ વ્યાપક રાહત તેમજ બચાવ અભિયાન શરૂ કર્યું છે.

સોશિયલ મીડિયા બન્યું મોટો સહારો
મોબાઈલ સેવાઓ અને ટેલીફોનના ઠપ થઈ જવાના કારણે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના સ્વજનોની શોધખોળ કરી રહ્યા છે. સેનાને ટ્વીટર અને ફેસબુક પર ૧૫ હજાર સંદેશા મળ્યા છે. સેના પ્રમુખ જનરલ દલબીરસિંહ સુહાગે પણ જમ્મુ-કાશ્મીરમાં સંચાર વ્યવસ્થાની સમસ્યાને સૌથી મોટો પડકાર ગણાવ્યો હતો.
આગળ વાંચોઃ દેશના સૌથી તાકાતવાન ઓફિસરોએ આપ્યો એક દિવસનો પગાર