તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

J&K: ખાણ વિસ્તારમાં હજુ પણ સ્થિતિ નાજુક, સેના પ્રમુખ સુહાગ પણ લેશે કાશ્મીરની મુલાકાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના ખાણ વિસ્તારોમાં બે મહિના કરતા પણ વધારે સમય થયો હોવા છતા ખાણ વિસ્તારમાં કર્ફ્યૂની સ્થિતિ જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર પણ માની રહી છે કે હજુ આ વિસ્તારોની સ્થિતિ નાજૂક છે પરંતુ સ્થિતિ નિયંત્રણમાં છે. કેન્દ્ર સરકારે સુરક્ષા બળોને આદેશ આપ્યો છે કે, કાશ્મીરમાં તણાવની સ્થિતિ ઉભી કરનાર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આ વિશે ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ સેના પ્રમુખ જનરલ દલબીર સિંહ સુહાગને ભારત-પાક સીમા પર સુરક્ષા વધારવાનું કહ્યું છે જેથી ઘુસણખોરી ઓછી કરી શકાય. જમ્મુ-કાશ્મીરની સ્થિતિની વધારે માહિતી મેળવવા હવે રાજનાથ સિંહ પણ સેના પ્રમુખ સુહાગ પણ આજે આ વિસ્તારની મુલાકાત લેવાના છે.
અત્યાર સુધી 5500 કરતા વધારે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા

- છેલ્લાં બે મહિના કરતા વધારે સમયથી જમ્મુ-કાશ્મીરના ખાણ વિસ્તારમાં હિંસક વાતાવરણ જોવા મળી રહ્યું છે.
- ખાણ વિસ્તારોમાં સતત કોઈને કોઈ વિસ્તારમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
- ભાગલાવાદી નેતાઓ દ્વારા સતત હડતાળ અને હિંસક વાતાવરણ ઊભુ કરવામાં આવી રહ્યું છે.
- આ દરમિયાન થતી અથડામણમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે 5500થી વધારે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.
- આ સુરક્ષાકર્મીઓ હોસ્પિટલમાં તેમની સારવાર કરાવી રહ્યા છે.
પેલેટની જગ્યાએ હવે પાવા સેલનો થશે ઉપયોગ

- છેલ્લા બે મહિનામાં જમ્મુ-કાશ્મીરીની નાજૂક સ્થિતિમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે ત્રણ વખત આ વિસ્તારોની મુલાકાત કરી છે.
- કાશ્મીરમાં શાંતિ લાવવા મુદ્દે સતત થતી ચર્ચામાં એવુ નક્કી કરવામાં આવ્યું છે કે હવે ઉપદ્રવીઓની સામે પેલેટ ગનની જગ્યાએ પાવા સેલનો ઉપયોગ કરવામાં આવશે.
- નોંધનીય છે કે, 2010માં યુપીએ સરકાર દ્વારા અહીં પેલેટ ગનનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
- પરંતુ આ વખતે ઉપદ્રવીઓની સામે પેલેટ ગનનો ઉપયોગ કરવાથી ઘણાં સ્થાનિક લોકોને ઈજા પહોંચી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો