તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીન, પાકિસ્તાન અને આંતરિક સુરક્ષાના મોરચે લડવા ભારત સંપૂર્ણપણે તૈયાર: આર્મી ચીફ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: ઇન્ડિયન આર્મી ચીફ બિપિન રાવતે ન્યુઝ એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભારત ટુ એન્ડ હાફ ફ્રન્ટ વોર (ચીન, પાકિસ્તાન અને આંતરિક સુરક્ષા જરૂરિયાતો સાથે જોડાયેલા મુદ્દાઓ) માટે સંપૂર્ણપણે તૈયાર છે. આર્મી ચીફે કહ્યું કે, અમે ભારત સરકાર સામે આધુનિકીકરણના મુદ્દાઓ સતત ઉઠાવતા રહીએ છીએ. બધું બરાબર ચાલી રહ્યું છે.
 
પાકિસ્તાન કાશ્મીરના યુવાનોમાં ખોટી માહિતી ફેલાવે છે
 
- જનરલ રાવતે કહ્યું, એક આર્મી તરીકે અમે ઓબ્સોલીટ (30%), ઓબ્સોલસીન (40%) અને મોડર્ન ઇક્વીપમેન્ટ (30%) વચ્ચે બેલેન્સ મેઇન્ટેઇન કરીએ છીએ.
- તેમણે કહ્યું કે,  પાકિસ્તાને ઊભો કરેલો સોશિયલ મીડિયા પ્રોપેગેન્ડા કાશ્મીરના યુવાનોમાં ખોટી માહિતીનો ફેલાવો કરે છે.
- તેમણે એમપણ કહ્યું કે કાશ્મીરની પરિસ્થિતિ બહુ જલ્દીથી સુધરશે. આપણી પાસે પ્રતિકૂળ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અસરકારક મિકેનિઝમ અવેલેબલ છે.
- આર્મી ચીફે જણાવ્યું કે, આપણા વડાપ્રધાને પણ કહ્યું છે કે છેલ્લાં ચાલીસ વર્ષોમાં ભારત-ચીન બોર્ડર પર એકપણ ગોળી છોડવામાં આવી નથી. 
અન્ય સમાચારો પણ છે...