તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરક્ષકોની હિંસા રોકવા દરેક જિલ્લામાં નોડલ ઓફિસરની નિમણૂક કરવા રાજ્ય સરકારોને SCનો ઓર્ડર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે કથિત ગૌરક્ષકો સામે પગલા લેવા માટે તમામ રાજ્ય સરકારને દરેક જિલ્લામાં નોડલ ઓફિસરની નિમણૂક કરવા કહ્યું છે. કોર્ટમાં ગૌરક્ષાના નામ પર બનેલા સંગઠનોને બેન કરવા સામે સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે ગૌરક્ષાના નામ પર થતી હિંસા રોકવી જોઈએ. છેલ્લા થોડા દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં ગૌરક્ષાના નામ પર મારપીટ અને હિંસાના મામલા સામે આવ્યા છે.
 
તમામ રાજ્યો એક સપ્તાહમાં ટાસ્ક ફોર્સ બનાવે
 
- ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ગૌરક્ષાના નામ પર થતી હિંસા બંધ થવી જોઈએ. રાજ્યોએ આ માટે એક સપ્તાહની અંદર ટાસ્ક ફોર્સ બનાવવી જોઈએ.
- આ ઉપરાંત દરેક રાજ્યના તમામ જિલ્લામાં એક સીનિયર પોલીસ ઓફિસરની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવે. આ ઓફિસર હિંસા કરતા લોકો સામે પગલા ભરશે. રાજ્ય કથિત ગૌરક્ષકો અને તેમના સંગઠન સામે અસરકારક પગલાં ભરે.
 
કેન્દ્રએ કહ્યું- કાનૂન છે
 
- સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ તુષાપ મહેતાએ દલીલ કરી હતી. તેમણે કહ્યું કે, કથિત ગૌરક્ષકો સામે પગલા લેવા માટે કાનૂન પહેલાથી જ છે.
- જેના પર ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે અમે જાણીએ છીએ કે કાનૂન છે પરંતુ શું પગલાં લેવામાં આવ્યા છે? તમે આ અંગે આયોજનબદ્ધ રીતે પગલા લઇ શકો છો.
અન્ય સમાચારો પણ છે...