• Gujarati News
  • They Get Up At Four In The Morning Was Studying Maths.After Studying He Read Prayers

આ ગામમાં વીત્યુ ડૉ. કલામનું બાળપણ, નમાઝ કરતા પહેલા કરતા હતા ગણીતનો અભ્યાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: હાર્ટ એટેકના કારણે ડૉ. એપીજે અબ્દુલ કલામનું સોમવારે સાંજે નિધન થયુ છે. 83 વર્ષના ડૉ. કલામ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, શિલોંગમાં લેક્ચર આપી રહ્યા હતા. તે દરમિયાન જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને તુરંત હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સાંજે 7.45 કલાકે હોસ્પિટલના લોકોએ તેઓ મૃત્યુ પામ્યા હોવાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે, ડૉ. કલામ અભ્યાસમાં ખૂબ રસ ધરાવતા હતાં. તેઓ અભ્યાસને કોઈ પણ ધર્મ અને સંપ્રદાયથી મોટો માનતા હતાં. અને તેથી જ તેઓ સવારે ઉઠીને નમાઝ કરતા પહેલા ગણીતનો અભ્યાસ કરતા હતા.
તમિલનાડુના ધનુષકોડી ગામમાં થયો જન્મ
15 ઓક્ટોબર 1931ના રોજ ધનુષકોડી ગામ (રામેશ્વરમ, તામિલનાડુ)માં એક મધ્યમ મુસ્લિમ પરિવારના ઘરે તેમનો જન્મ થયો હતો. તેમના પિતા જૈનુલાબ્દીન તો વધારે ભણેલા નહતા કે બહુ પૈસાદાર નહતાં. તેમના પિતા માછીમારોને બોટ ભાડે આપતા હતા. કહેવામાં આવે છે કે, ડૉ. કલામને અભ્યાસમાં એટલો રસ હતો કે તેઓ સવારે ચાર વાગે ઉટીને ગણીતનો અભ્યાસ કરતા હતા. અભ્યાસ થયા પછી જ તેઓ તેમના પિતા સાથે નમાઝ પઢવા માટે જતા હતાં.
પિતા પાસેથી શીખી જિંદગીની ફિલોસોફી
ડૉ. કલામે પોતાના અંગત વિશે લખતા એખ વાત જણાવી છે કે, તેમણે તેમના જીવનની ફિલોસોફી તેમના પિતા પાસેથી શીખી છે. તેમના પિતાએ તીર્થ યાત્રીઓ માટે રામેશ્વમથી ધનુષકોડી લાવવા-લઈ જવા માટે એક હોડી બનાવી હતી. થોડા સમય પછી રામેશ્વરમ્ કિનારે એક મોટુ ચક્રવાત આવ્યું હતું અને તેમાં તેમની હોડી તૂટી ગઈ હતી. પરંતુ તે સમગ્ર નુકસાન તેમણે જાતે જ સહન કર્યું હતું. હકિકતમાં તેઓ એક મોટા ત્રાસવાદના કારણે પરેશાન હતાં.
સુરક્ષાની ક્યારેય ન કરી ચિંતા

એક વાર કેઓ 400 બાળકોને સંબોધન કરી રહ્યા હતા. ત્યારે અચાનક લાઈટ જતી રહી હતી. ત્યારે તેઓ બાળકોની વચ્ચે જતા રહ્યા અને તેમણે બાળકોને એક મોટુ ટોળુ બનાવીને બેસવા કીધુ અને ત્યારપછી તેમણે બાળકોને ફરી સંબોધન કર્યું હતું.
કમાણી પણ આપી દીધી દાનમાં

સરકાર રાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિનો ખર્ચ ઉપાડતી હોય છે. આ વાતની જાણ થતાં જ તેમણે તેમની બધી જ મિલકત્ત અને સમગ્ર જીવનની કમાણી એક ટ્રસ્ટને દાન કરી દીધી હતી. તેમણે ડૉ. વર્ગીસ કુરિયનને કહ્યું હતું કે, હવે હું રાષ્ટ્રપતિ બની ગયો છુ હવે માકે બચત અને વેતનનું શું કરવું છે?
આગળની સ્લાઈડમાં જુઓ ડૉ. કલામના ગામ અને સ્કુલની તસવીરો