• Gujarati News
  • Brother Said: Right Now The Situation Is Not Good In Home. Be A Responsible Son

ઘેર-ઘેર છાપા વેચતા હતા કલામ, ફાનસની લાઈટમાં કરતા હતા અભ્યાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામનું નિધન થઈ ગયું છે. એપીજે અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931ના દિવસે રામેશ્વરમાં થયો હતો. કલામનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. તેથી જ કલામે બાળપણથી જ નોકરી પણ કરવી પડી હતી. પરંતુ કપરા સંજોગોમાં પણ તેમણે અભ્યાસ નહતો છોડ્યો. તેઓ આખી આખી રાત ફાનસની લાઈટમાં અભ્યાસ કરતા હતાં. સ્કુલમાં અભ્યાસ કર્યા પછી તેઓ ઘરે ઘરે જઈને છાપા વેચતા હતાં. કલામે 1958માં અંતરિક્ષ વિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ કર્યું હતું. ત્યારપછી તેમણે ડીઆરડીઓમાં પણ કામ કર્યું હતું.
આવી ગરીબીમાં મોટા થયા હતા કલામ

કલામે તેમના પુસ્તક અદમ્ય સાહસમાં લખ્યું હતું કે, મારી ઉંમર 10 વર્ષની હતી. એક દિવસ અમે બધા ભાઈ-બહેન જમી રહ્યા હતા અને માતા મને રોટલી આપે જતી હતી. ત્યારપછી મારા મોટા ભાઈ મને લઢ્યાં હતા કે કલામ માતાએ તેમના ભાગની રોટલી પણ તને આપી દીધી. હાલ ઘરની પરિસ્થિતિ સારી નથી. એક જવાબદાર દીકરો બને અને માને ભૂખી ન રાખીશ. ત્યારે કલામ પોતાની જાતને રોકી નહતા શક્યા અને લાગણી વશ થઈને તેની માતાને ચોંટી પડ્યો હતો.
ડૉ. કલામની સંબંધિત તસવીરો જોવા કરો આગળની સ્લાઈડ ક્લિક