મહિલાઓને કારની જેમ ઘરમાં પાર્ક કરો, રેપ નહીં થાયઃ આંધ્રના સ્પીકર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરાવતી. આંધ્રપ્રદેશ વિધાનસભાના સ્પીકર કોડેલા શિવ પ્રસાદ રાવે મહિલાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે મહિલાઓને ઘર સુધી જ મર્યાદીત રાખવામાં આવે તો તેમની સાથે રેપ નહીં થાય. જોકે, બાદમાં તેમને ભૂલનો અહેસાસ થયો અને સ્પષ્ટતા કરી કે મહિલાઓએ ખુદની સુરક્ષા માટે માર્શલ આર્ટ શીખવા જોઈએ.
 
કાર સાથે કરી મહિલાઓની તુલના
 
- મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેલુગુ દેશમ પાર્ટીના લીડર અને એસેમ્બલી સ્પીકર રાવે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહિલાઓની તુલના કાર સાથે કરી.
- તેમણે કહ્યું, જો કારને ખરીદીને ગેરેજમાં રાખી મૂકવામાં આવે તો અકસ્માતનો ડર રહેતો નથી.
- આવું જ જૂના જમાનામાં થતું હતું. મહિલાઓ હાઉસ વાઈફ હતી. તે ભેદભાવને છોડીને તમામ પ્રકારના જુલ્મો સહન કરતી હતી.
- આજે તે ભણી રહી છે, નોકરીઓ કરી રહી છે અને બિઝનેસ પણ કરી રહી છે. તે સોસાયટીમાં એક્સપોઝ્ડ થઈ રહી છે.
- આ સ્થિતિમાં તેમની સાથે છેડતી, જુલ્મ, હેરેસમેન્ટ, રેપ અને કિડનેપિંગની ઘટનાઓ વધારે બનવાનો ખતકો છે.
- જો તેઓ ઘરમાંથી ન નીકળી હોત તો આમ ન થાત.
- મહિલાઓ માત્ર ઘર પૂરતી જ મર્યાદિત રહે તો આગામી દિવસોમાં અત્યારચારની ઘટનાઓમાં ઘટાડો આવશે.
 
ભૂલનો અહેસાસ થયા બાદ બદલ્યું નિવેદન
 
- ભૂલનો અહેસાસ થવા પર રાવે પોતાનું નિવેદન બદલી દીધું અને કહ્યું, મારો મતલબ એવો નહોતો કે તેમને (મહિલાઓને) ઘરમાં રાખવામાંઆવે.
- તેમણે ભણવું જોઈએ, નોકરી કરવી જોઈએ અને તેમને પૈસા કમાવવાની સ્વતંત્રતા આપવી જોઈએ પરંતુ તેમણે પોતાની સુરક્ષાનો પણ ખ્યાલ રાખવો જોઈએ.
- નોકરિયાત મહિલાએ પોતાની સુરક્ષા ખુદ કરવી જોઈએ. તેમણે હેરસમેન્ટ કરનારાનો સામનો કરવો જોઈએ.
અન્ય સમાચારો પણ છે...