• Gujarati News
  • Reason Behind The Wall Between Anna Hazare And Kejriwal

\'કોંગ્રેસને મળવા ગયા હતા અણ્ણા, પીએમઓની ચિઠ્ઠીથી કેજરીવાલની સામે ખુલી હતી પોલ\'

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ ફોટોઃ અણ્ણા હઝારે, અને અરવિંદ કેજરીવાલ)
નવી દિલ્હીઃએક અંગ્રેજી અખબારે દાવો કર્યો હતો કે યુપીએ શાસન દરમિયાન તત્કાલિન વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદ અને અણ્ણા હઝારેની ગુપ્ત બેઠક બાદ પીએમઓ દ્વારા અણ્ણાને લખવામાં આવેલી એક ચિઠ્ઠી ભૂલથી કેજરીવાલના સરનામે જતી રહી. ત્યાર બાદ કેજરીવાલ અને અણ્ણાના રસ્તા અલગ થયા. ખબરના અનુસાર હઝારેએ પોતાનું સરનામુ આપ્યું હતું, પરંતુ પીએમઓને એ ખબર ન પડી કે ગુપ્ત ચિઠ્ઠી અણ્ણાના તેમના ગામના સરનામે મોકલવી જોઇતી હતી.
અખબારે આ ઘટના સાથે સંકળાયેલા સૂત્રો દ્વારા જણાવ્યું હતં કે હઝારેને પીએમઓ દ્વારા ચિઠ્ઠી મળવાથી કેજરીવાલને શક થયો. ચિઠ્ઠી ખોલ્યા બાદ જાણવા મળ્યું કે અણ્ણાએ કોંગ્રેસ સાથે સમજૂતિ કરી લીધી હતી. ચિઠ્ઠીમાં અણ્ણા અને ખુર્શીદ વચ્ચે પુણેમાં થયેલી બેઠકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ચિઠ્ઠીમાં કોંગ્રેસ માટે 2014 લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે અણ્ણા દ્વારા ઇચ્છા દર્શાવવા બદલ આભાર માનવામાં આવ્યો હતો. તે પછી, નારાજ કેજરીવાલે ખુર્શીદના કથિત સીક્રેટ મિશનને લઇને પત્રકાર પરિષદ કરી હતી અને મનમોહન સિંહ સરકાર પર પોતાના તથા અણ્ણાની વચ્ચે દિવાર ઊભી કરવાનો આરોપ મુક્યો હતો. સમય પહેલા આ ઘટનાનો ખુલાસો થવાને કારણે ખુર્શીદને ઝાટકો લાગ્યો, જોકે તેમણે અણ્ણા સાથે મુલાકાત થઇ હોવાની વાતને રદિયો આપ્યો હતો. હઝારે આ મુલાકાતને ગુપ્ત રાખવામાં આવે છે. તેમણે ખુર્શીદ સાથેની મુલાકાત અંગે માધ્યમોને નહી જણાવવાનું પણ કહ્યું હતું.
નજીકનાથી સચ્ચાઇ છૂપાવીને મળ્યા હતા ખુર્શીદ અને અણ્ણા

સૂત્રોના અનુસાર હઝારેએ પુણેમાં હાજર કિરણ બેદી અને અન્ય નજીકનાઓને કહ્યું હતું કે તેઓ એક સંતની મુલાકાત માટે જાય છે, જેમને પસંદ નથી કે અણ્ણાની સાથે કોઇ આવે. અણ્ણાએ પોતાના સુરક્ષાકર્મચારીઓને પણ પાછળ છોડી દીધા હતા. ત્યારે ખુર્શીદે પોતાની સુરક્ષામાં લાગેલા પોલીસોને કહ્યું કે તેમની પત્નીની કાકીનું મોત થયું છે, તેથી તો ત્યાં એકલા જ જશે, ત્યાર બાદ અણ્ણા અને ખુર્શીદ મળ્યા હતા. આ બેઠકમાં ખુર્શીદે તે વ્યક્તિની સામે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું, જેણે એક આંદોલન દ્વારા દેશને કોંગ્રેસની વિરુદ્ધ કરી દીધો હતો.
કેજરીવાલના વલણથી ખુશ ન હતા અણ્ણા

અણ્ણા સરકારના લોકપાલ ખરડો પસાર કરવાના નિર્ણયથી ખુશ હતા. ત્યારે કેજરીવાલ તે વલણની વિરુદ્ધ હતા, જેમાં સરકારે લોકપાલને ‘જોકપાલ’ કહ્યું હતું. ખુર્શીદે અણ્ણાને જણાવ્યું હતું કે કેજરીવાલના રાજકીય ઉદ્દેશો છે. ખુર્શીદ ઇચ્છતા હતા કે કોંગ્રેસ માટે પ્રચાર કરવા માટે અણ્ણાને મનમોહનસિંહ દ્વારા ચિઠ્ઠી મોકલવામાં આવે. જોકે બાદમાં એવો નિર્મય લેવામાં આવ્યો કે આમા મનમોહન સિંહને સામેલ કરવામાં ન આવે અને પીએમઓ જ આ ઘટના પર નજર રાખે. પીએમઓમાં તત્કાલિન રાજ્ય પ્રધાન તેમજ નારાયણસ્વામીએ ચિઠ્ઠી તૈયાર કરી અને તેને પોતાના સ્ટાફ દ્વારા પોસ્ટ કરાવી. જ્યારે આ મામલો જાહેર થયો તો ખુર્શીદે બેઠક થઇ હોવા અંગે ઇનકાર કર્યો, પરંતુ અણ્ણાએ માની લીધુ હતું. ત્યાર બાદ અણ્ણા અને કેજરીવાલનો માર્ગ અલગ થતો જોવાયો હતો.
લખી રહ્યા છે પુસ્તક ખુર્શીદ

ખુર્શીદ યુપીએ 2 સરકાર પર ક પુસ્તક લખી રહ્યા છે. પુસ્તકનું નામ છે –ધ અધર સાઇડ ઓફ માઉન્ટેઇન. જોકે એ સ્પષ્ટ નથી કે તેઓ ઉપરોક્ત ઘટનાનો ઉલ્લેખ કરશે કે કેમ. જો કે તેમણે એ વાતને સમર્થન આપ્યું હતું કે આ પુસ્તકમાં અણ્ણા, કેજરીવાલ અને તેમના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનો જરૂર ઉલ્લેખ કરશે, ઉલ્લેખનીય છે કે ખુર્શીદ દ્વારા આ પુસ્તક લખવાનો હેતુ એ સાબિત કરવાનો છે કે યુપીએ 2 સરકાર બોગસ પ્રોપેગેંડાનો શિકાર બની. તે સિવાય એ પણ સાબિત કરવું કે 2જી સ્પેક્ટ્રમ અથવા કોલસા ખાણ ખનનથી જોડાયેલા ગોટાળાઓ, ખરેખરમાં ગોટાળા ન હતા.
આગળની તસવીરોમાં જુઓ અણ્ણાથી અલગ પડ્યા બાદ કેજરીવાલની સફર