અણ્ણાનો યુ-ટર્ન: નહીં રાખું મમતા સાથે સંબંધ, રેલીમાં ભીડ ન થતાં ન ગયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મમતા બેનર્જી પર દગો કરવાનો આરોપ
પાર્ટીને નહીં વિચારોને આપું છું સમર્થન
તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષા મમતા બેનર્જી તથા અણ્ણા હજારે વચ્ચેની કડવાશ જાહેરમાં આવી ગઈ છે. દિલ્હીની રામલીલા મેદાન પર મમતાની રેલીમાં અણ્ણા હજારે સામેલ થયા ન હતા. શુક્રવારે, અણ્ણાએ એલાન કર્યું હતું કે, તેઓ મમતા બેનર્જી સાથે કોઈ સંબંધ નહીં રાખે. અણ્ણાએ આરોપ મુક્યો હતોકે, મમતા બેનર્જીએ તેમને છેહ દીધો હતો. મમતા બેનર્જીએ કહ્યું છે કે, તેઓ આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા નહીં આપે. પહેલા અણ્ણા સાથે મુલાકાત કરશે અને પછી જ કોઈ પ્રતિક્રિયા આપશે.
અણ્ણાએ કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, તેમણે મમતા કે તેની પાર્ટીને ટેકો નથી આપ્યો, પરંતુ મમતાના વિચારોનું સમર્થન કર્યું છે. અણ્ણાએ તેમની નજીક ગણાતા પત્રકાર સંતોષ ભારતીય પર પણ નિશાન સાધ્યું હતું. અણ્ણાએ આરોપ મુક્યો હતોકે, સંતોષે તેમને દગો કર્યો છે.
એટલે રેલીમાં ન ગયો
અણ્ણાએ મમતા બેનર્જીની રામલીલા મેદાન ખાતેની રેલીમાં ન જવાનું કારણ પણ જણાવ્યું હતું. અણ્ણાના કહેવા પ્રમાણે, ત્યાં લોકો ન હતા, ભીડ ન હતા એટલે હું ન ગયો. અણ્ણાએ ઉમેર્યું હતું કે, બિમાર માણસ કેવી રીતે રેલીમાં જાય.
અણ્ણાએ દિલ્હીના રામલીલા મેદાન ખાતેની એ રેલી માટે કહ્યું હતું કે, તૃણમુલ કોંગ્રેસ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે, આ રેલીનું આયોજન અણ્ણાએ કર્યું છે. પરંતુ હું શા માટે રેલીનું આયોજન કરું? રેલીમાં માત્ર બે થી અઢી હજાર લોકો પહોંચ્યા હતા. આટલી ઓછી સંખ્યા જોઈને મને લાગ્યું હતું કે નક્કી કાંઈક ગડબડ છે.