તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Andhra Pradesh Bokaro Express Accident Maharashtra Koyna Express Accident

બોકારો ટ્રેન અકસ્માતમાં 12નો જીવનદીપ બુઝાયોઃ જુઓ દર્દનાક તસવીરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આંધ્ર પ્રદેશમાં ગોતલમ સ્ટેશન પર થયેલી દુર્ઘટનાના 24 કલાક નથી થયા ત્યાં મહારાષ્ટ્રમાં પણ રેલવે ટ્રેક પર દુર્ઘટના સર્જાઈ છે. રવિવારે થયેલી આ દુર્ઘટનામાં રેલવેના કુલ 4 કર્મચારીઓના મોત નીપજ્યા છે. આ કર્મચારીઓ મુંબઈથી કોલ્હાપુર જઈ રહેલી કોયના એક્સપ્રેસની અડફેટે આવતા આ કરૂણ ઘટના બની હતી.

આ અગાઉ શનિવારે ટ્રેનમાં આગ લાગી હોવાની અફવાના કારણે ટ્રેનમાંથી કૂદનાર 12 મુસાફરોનું આંધ્ર પ્રદેશના ગોતલમ સ્ટેશન પર બીજી તરફથી આવી રહેલી ટ્રેનમાં કપાઈ જવાથી મોત નીપજ્યુ હતુ. તો નવ મુસાફરોને ઈજા પહોંચી છે. મૃતકોમાં 2 વર્ષથી લઈ 70 વર્ષની વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેમાં બે બાળકો પણ સામેલ છે. તો ત્રણ વ્યક્તિઓ તો એક જ પરિવારના હોવાનું જાણવા મળી રહ્યુ છે.

આગળ વાંચોઃ કેવી રીતે સર્જાયો આ ગોઝારો અકસ્માત ?