તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • An On Creating A World Class Organization Vaishya Mahasammelanamam

વૈશ્ય મહાસંમેલનમાં સંગઠનને વિશ્વ સ્તરીય બનાવવા અંગે મંથન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વૈશ્ય સમાજના ૧૩ સૂત્રી કાર્યક્રમને વિશ્વમાં અમલી કરવા સંકલ્પ

આંતરરાષ્ટ્રીય વૈશ્ય મહાસંમેલનની રાષ્ટ્રીય કાર્યસમિતિની બેઠકમાં વૈશ્ય સમાજના ૧૩ સૂત્રી કાર્યક્રમને વિશ્વભરમાં લાગુ કરવાનો સંકલ્પ કરાયો છે.આ બેઠકમાં મહિલાઓને સમાજની મુખ્ય ધારામાં જોડવા, તેઓને રાજનીતિમાં આગળ લાવવા અને યુવાનોને સમાજસેવામાં ઉત્સાહથી ભાગ લેવા વિનંતી કરી છે.

જયપુરની હોટેલ મેરિયટમાં આયોજિત મહાસંમેલનમાં વરિષ્ઠ કાર્યકારી અધ્યક્ષ અને દૈનિક ભાસ્કર જુથના ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલે જણાવ્યું કે ઉત્તરાખંડની કુદરતી આપત્તિમાં વૈશ્ય સમાજે ખૂલીને લોકોની મદદ કરવી જોઇએ.
પુનર્વસન માટે છ કરોડ રૂપિયા ખર્ચ કરાશે. સંગઠનને મધ્યપ્રદેશની જેમ મજબૂત કરવું પડશે. ત્યાં સંગઠન ગામડાં-કસબાઓ સુધી ફેલાયેલું છે.

તેના માટે દુનિયાભરમાંથી આવેલા પ્રતિનિધિઓને સંગઠનના વિકાસમાં અગ્રસેર થઇને ભાગ લેવો પડશે. આંતરરાષ્ટ્રીય વૈશ્ય મહાસંમેલનના અધ્યક્ષ રામદાસ અગ્રવાલે પણ સંગઠનને મધ્યપ્રદેશની જેમ જ પંચાયત સ્તર સુધી મજબૂત કરવાની વાત કરી હતી. કાર્યકારી અધ્યક્ષ સુરેન્દ્ર ગુપ્તા અને રાજીવ મોહન ગુપ્તાએ જણાવ્યું કે સમાજના પ્રતિષ્ઠિત લોકોને સમાજ સાથે જોડવા પર ભાર મૂકવો જોઇએ.

- આ મહાનુભાવોએ સંબોધન કર્યું

રાષ્ટ્રીય મહાસચિવ ઉમાશંકર ગુપ્તા, આંધ્રપ્રદેશના ગંજીરાજા મોલી, દુબઇના અશોક ગોયલ, હોંગકોંગના અશોક મુંદડા, નેપાળના પૂર્વ સાંસદ વિનોદ ચૌધરી, અમેરિકાના વિનોદ કોટવાલ, વેદાંત ગ્રુપના એમડી એસ.કે. રુંગટા, હિમાચલના વિધાયક રાજીવ બિંદલ, ઉત્તરપ્રદેશના ધારાસભ્ય રાજેશ અગ્રવાલ, પૂર્વ સાંસદ રામ નારાયણ સાહુ, પૂર્વ ધારાસભ્ય રવિકાંત ગર્ગ, બંગાળના સાંસદ વિવેક ગુપ્તા, મહારાષ્ટ્રના ધારાસભ્ય પ્રમોદ જાથડ, ઓડિશાના કશિનલાલ ભરતિયા, હરિયાણાના અશોક બુવાનીવાલા, ઉત્તરાખંડના અધ્યક્ષ સોહનલાલ ગુપ્તા, ઝારખંડના પ્રદેશાધ્યક્ષ પ્રેમ કટારુકા, દિલ્હીના સુનીલ ગર્ગ, બિહારના જગન્નાથ પ્રસાદ સહિત દેશ-વિદેશના વૈશ્ય નેતાઓએ મહાસંમેલનને સંબોધન કર્યું હતું.