તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Amit Shah Visits Ayodhya, To Meet BJP Workers And Leaders

ભાજપે ફરી આલાપ્યો રામ મંદિરનો રાગ, નીતીશના ગઢમાં મોદી કરશે હુંકાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અમિત શાહે અયોધ્યા જઈ વહેલામાં વહેલી તકે રામમંદિરનું ભવ્ય નિર્માણ થાય તેવા આશીર્વાદ માગ્યા
- દેશ કોંગ્રેસમુક્ત થશે તો જ સુશાસન આવશે : શાહ
- કારસેવકપુરમમાં પક્ષના નેતાઓની બેઠક યોજી


ભાજપ લગભગ ૧૭ વર્ષ પછી ફરી એક વાર રામના નામે ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયારી કરી રહ્યો છે. નરેન્દ્ર મોદીના ખાસ અને પક્ષના ઉત્તર પ્રદેશના પ્રભારી અમિત શાહે અયોધ્યા પહોંચીને આ વાત સ્પષ્ટ કરી દીધી.અમિત શાહે શનિવારે અયોધ્યા જઈને વિવાદાસ્પદ સ્થળનો પ્રવાસ કર્યો. રામલલ્લાની પૂજા કરી. બહાર નીકળ્યા ત્યારે લોકોએ પૂછ્યું કે ભગવાન પાસે શું માગ્યું ?

તેના જવાબમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે ‘વહેલામાં વહેલી તકે રામલલ્લાનું ભવ્ય મંદિર બનાવીએ તેવી પ્રાર્થના કરી.’ પછી કહ્યું કે દેશને કોંગ્રેસમુકત બનાવવાના આશીર્વાદ પણ રામલલ્લા પાસે માગ્યા છે જેથી સુશાસન આવી શકે. શાહે ફરી તેમની વાત સ્પષ્ટ કરી કે ‘પક્ષ દેશમાં સુશાસન માટે રામમંદિર નિર્માણ તરફ આગળ વધવા માગે છે.’

ભાજપ-જેડીયુ વચ્ચે તિરાડ પડ્યા બાદ સૌપ્રથમ વખત મોદી કરશે નીતીશના ગઢમાં હુંકાર, વાંચવા સ્લાઈડ આગળ બદલો...