• Gujarati News
  • Amit Shah Speak Someone Does Not Need To Be Afraid Of Narendra

મોદીથી કોઇએ ડરવાની જરૂર નથી, મુસ્લિમોમાં દહેશત માટે મીડિયા જવાબદાર: શાહ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોદી સરકાર પોતાની નીતિઓથી મુસ્લિમોની દહેશત દૂર કરવાનો પ્રયાસ કરશે
રવિવારે આપેલી એક મુલાકાતમાં અમિત શાહે દાવો કર્યો છે કે એક વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બની જવા દો પછી મુસ્લિમોનો તેમના પ્રત્યે રહેલો તમામ ભય દૂર થઈ જશે. તેમણે જણાવ્યું હતું કે મુસ્લિમોમાં નરેન્દ્ર મોદીનો ભય દૂર કરવા માટે કેટલીક નવી નીતિઓની શરૂ કરવામાં આવશે. ઉપરાંત નરેન્દ્ર મોદીની છબી પક્ષ પર હાવી થઇ ગઇ હોવાના આક્ષેપો ફગાવી દેતા અમિત શાહે જણાવ્યું હતું કે મોદી અને પાર્ટી વચ્ચેનો સંબંધ 'અતૂટ’ છે.
ઉત્તરપ્રદેશ ભાજપનો હવાલો સંભાળી રહેલા અમિત શાહે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો કોઇ પણ વ્યક્તિએ ડરવાની જરૂર નથી. પક્ષો આ પ્રકારનો ખોટો પ્રચાર કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે,'જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો તેમના ગવર્નન્સના આધારે આ પ્રકારની દહેશત દૂર કરવાનો પ્રયાસ હાથ ધરાશે.
આગળ વાંચો, મુસ્લિમોમાં દહેશત માટે મીડિયા જવાબદાર