UPમાં હવે ભાજપનું મિશન યાદવ, શાહ-યોગીએ BJP વર્કરના ઘરે ભોજન લીધું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 3 દિવસ માટે લખનઉમાં છે. શાહે ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી મિશન યાદવ પ્લાન અંગે ચર્ચા કરી. આ અંતર્ગત રવિવારે અમિત શાહ સોનુ યાદવ નામના ભાજપના વર્કરને ત્યાં બપોરનું ભોજન લેવા પહોંચ્યા હતા. જયાં તેઓની સાથે સીએમ યોગી આદિત્યનાથ અને ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મોર્ય પણ હતા. શાહ સાયન્ટિકફિક સેન્ટરમાં ઈન્ટેલેક્ચ્યુલ કલાસની સાથે બેઠક કરી. શનિવારે શાહ લખનઉં પહોંચ્તાની સાથે જ સપા-બસપાના 3 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું. એવી ચર્ચા છે કે તમામ MLC 31 જુલાઈનાં રોજ ભાજપ જોઈન કરશે.
 
યાદવ વોટર્સમાં મજબૂતી
 
- અમિત શાહે શનિવારે ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં મિશન યાદવ અંગે લોકોને અવગત કરાયા હતા. દલિતોની વચ્ચે પહેલાંથી જ કામ કરી રહેલાં ભાજપના કાર્યકર્તાઓને શાહે, યાદવ વોટર્સની વચ્ચે પણ મજબૂત પકડ બનાવવાનું કહ્યું છે.
- ભાજપ પછાત જાતિઓમાં બિન યાદવ વોટ મેળવવામાં પહેલાં જ મજબૂતી હાંસલ કરી છે. શાહ હવે યાદવ વોટર્સની વચ્ચે પણ ભાજપને મજબૂત બનાવવા માગે છે.
- રવિવારે ભાજપના કાર્યકર્તા સોનુ યાદવના ઘરે ભોજનના પ્લાનને પણ મિશન યાદવ અંતર્ગત જોવામાં આવે છે.
 
શાહ માટે ખાસ તૈયારી
 
- ભાજપના પ્રદેશ પ્રવકતા શલભ મણી ત્રિપાઠીએ જણાવ્યું કે રવિવારે શાહે પ્રબુદ્ધ વર્ગના સંમેલન ભાગ લીધો. જે બાદ ભાજપના પ્રદેશ મહાસચિવ અને ધારાસભ્ય પંકજ સિંહે ખાસ તૈયારી કરી છે. સમગ્ર મહાનગરમાં સંમેલનને લઈને હોર્ડિગ્સ લગાવવામાં આવ્યા છે.
- આ પહેલાં શાહ ભાજપ ઓફિસમાં જ સંગઠન સાથે જોડાયેલી મીટિંગ કરી.
- બીજેપી અધ્યક્ષ અમિત શાહ ત્રણ દિવસની લખનઉની મુલાકાતે ગયા છે. આ દરમિયાન તેઓ યુપીમાં પાર્ટીના કાર્યકર્તાઓ, બાય ઈલેક્શન અને સંગઠન વિસ્તાર વિશે પદાધિકારી સાથે ચર્ચા કરશે. યોગી આદિત્યનાથ, ડેપ્યૂટી સીએમ કેશવ મોર્ય અને દિનેશ શર્માની વિધાનસભા ચૂંટણી લડવા માટે સીટનું સિલેકેશન કરશે.
- રવિવારે સંગઠનના વિસ્તાર પર રણનીતિ કરવામાં આવશે. રાત્રે 8 વાગે મુખ્યમંત્રીના ઘરેથી મીડિયા સાથે વાત કરશે. અમિત શાહ 31 જુલાઈના રોજ દિલ્હી રવાના થશે.
 
શાહની મુલાકાત સમયે જ સપાના બે, બસપાના એક નેતાએ પાર્ટી છોડી
 
- બુક્કલ નવાબ, મધુકર જેટલી અને યશંવતસિંહ સપાની સીટ પર વિધાન પરિષદના સભ્ય હતા.
- બસપાના MLC ઠાકુર જયવીર સિંહે રાજીનામું આપ્યું.
- નવાઈની વાત એ છે કે અમિત શાહના યુપીના આગમન સમયે સપા-બસપાના નેતાઓએ પાર્ટી છોડી
- કોંગ્રેસના 7 ધારાસભ્યોએ પણ એક દિવસ અગાઉ પાર્ટી છોડી હતી.
- માનવામાં આવે છે કે સપાના ત્રણ નેતાઓમાંથી બે નેતાઓની છોડવામાં આવેલી સીટ પર સીએમ યોગી આદિત્યનાથ અને ડેપ્યૂટી સીએમ દિનેશ શર્મા MLC તરીકે મોકલી શકાય છે.
 
શાહ જયપુર અને વારાણસીમાં પણ ભોજન કર્યુ હતું
 
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 22 જુલાઈએ રાજસ્થાન ત્રણ દિવસની મુલાકાતે ગયા હતા.
- 23 જુલાઈએ ભાજપ મુખ્યાલયમાં આયોજિત બેઠક બાદ તેઓ બૂથ નંબર 105ના કાર્યકર્તા રમેશ પંચારિયાના ઘરે પહોંચ્યા હતા. જયાં તેઓએ બપોરનું ભોજન ગ્રહણ કર્યું હતું.
- અમિત શાહે લગભગ બે માસ પહેલાં વારાણસીના સેવાપુરી જોગિયાપુર ગામના નિષાદ વિસ્તારમાં પણ દલિતોની સાથે ભોજન ગ્રહણ કર્યુ હતું.
- શાહે આ વિસ્તારમાં દલિત સમાજના ગિરિજાપ્રસાદ બિંદના ઘરે ભોજન લીધું હતું. 
અન્ય સમાચારો પણ છે...