તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારે રાહુલના એડવાઈઝર નથી બનવું: અમિત શાહનો મીડિયાના સવાલ પર જવાબ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ બીજેપી ચીફ અમિક શાહે કહ્યું કે તેઓ રાહુલ ગાંધીના એડવાઈઝર બનવાનું ક્યારેય પસંદ નહીં કરે. મુંબઈમાં ઈન્ડિયા ટુડે કોન્કલેવમાં એક સવાલના જવાબમાં શાહે આમ કહ્યું હતું. પ્રોગ્રામ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે જો રાહુલ ગાંધી લાંબા સમય સુધી કોંગ્રેસને લીડ કરે તો તમને અને નરેન્દ્ર મોદીને કોઈ ચિંતા નહીં થાય? જેના પર શાહે કહ્યું, અમે વિરોધીઓની નબળાઈ પર ડિપેન્ડ નથી કરતા. આ કાર્યક્રમમાં અમિત શાહ વીડિયો કોન્ફરન્સ દ્વારા સામેલ થયા હતા.
 
રાજકારણમાં આવતા પહેલા હતા સ્ટોક બ્રોકર
 
-પ્રોગ્રામમાં અમતિ શાહને તેમના સ્ટોક બ્રોકરના કામ અને કમાણી પર પણ સવાલ કરવામાં  આવ્યો. ઉલ્લેખનીય છે રાજકારણમાં સંપૂર્ણ સક્રિય થતાં પહેલાં શાહ સ્ટોક બ્રોકર હતા.
- તેના પર શાહે કહ્યું, ખાસ વધારે રૂપિયા કમાયો નહોતો.
 
મોદી સાથે સંબંધ પર શું કહ્યું
 
-શાહને મોદી સાથે તેમના સંબંધ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેના પર તેમણે કહ્યું, મારો સંબંધ તેમની સાથે એક પીએમ અને રુલિંગ પાર્ટીના પ્રેસિડેન્ટ વચ્ચે હોય તેવો જ છે.
 
શિવસેના સાથે ગઠબંધન પર આપ્યો જવાબ
 
-અમિત શાહને મહારાષ્ટ્રના સિવિક પોલમાં શિવસેનાથી અલગ ચૂંટણી લડવા પર પણ સવાલ કરાયો. તેના પર કહ્યું, તે એક ફ્રેન્ડલી મેચ હતી. અમારું ગઠબંધન લાંબા સમયથી છે અને આગળ પણ ચાલુ રહેશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો