મેં અમેઠીને પરિવાર માન્યું તો ગાંધી પરિવાર બેચેન : સ્મૃતિ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેઠી, રાયબરેલી: કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જ્યારેથી મેં અમેઠીને પોતાના પરિવાર તરીકે અપનાવ્યું છે ત્યારથી ગાંધી પરિવારમાં બેચેની વધી ગઈ છે.
સ્મૃતિ ઈરાની મોદી સરકારના એક વર્ષનો કાર્યકાળ પૂરો થવા નિમિત્તે મંગલવારે અમેઠી અને રાયબરેલીમાં રેલી સંબોધી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે, અમેઠી મારો પરિવાર છે. તેને વિકાસના શિખરે પહોંચાડવાની જવાબદારી પણ મારી છે. તેમણે રાહુલ પર સકંજો વધુ કસીને કહ્યું કે, દસ વર્ષથી આ વિસ્તારના લોકો યુરિયા ખાતરની અછતથી પરેશાન હતા પરંતુ અમે દસ દિવસમાં આ સમસ્યાનો ઉકેલ લાવી આપ્યો છે.
સિદ્ધિઓને કોઈ માપદંડો પર આંકી ન શકાય. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ખેડૂતોને જમીન સંપાદન બિલ પર કોંગ્રેસ ગેરમાર્ગે દોરી રહી છે. ખરેખર તો સરકારે ખેડૂતોના હિતમાં આ બિલમાં સુધારા કર્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ઉંચાહાર અને અમેઠી વચ્ચે રેલવે લાઈનનો પ્રસ્તાવ પણ રેલવે મંત્રાલયે સ્વીકાર્યો છે. ટૂંક સમયમાં આ કામ શરૂ કરાશે.
અન્ય સમાચારો પણ છે...