• Gujarati News
  • American Party Girl Become A Traditional Housewife In Rural India Panipat Haryana

પ્રેમની કશિશ ખેંચી લાવી ભારત, દિકરીની ઉંમરના યુવક સાથે 'ગોરી'એ કર્યા લગ્ન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એશઆરામની જીંદગી છોડીને અમેરિકાની એક મહિલા ભારતના હરિયાણાના એક ગામમાં પોતાના પતિ સાથે સીધુ સાદુ જીવન પસાર કરી રહી છે. આ નવા જીવનથી તે ખુબ ખુશ છે. અમે વાત કરી રહ્યા છીએ તે મહિલાની કે જેણે ગયા વર્ષે ઓગષ્ટમાં તે યુવકને મળવા માટે કેલિફોર્નિયાથી ભારત આવી હતી. નાઈટ ક્લબ પાર્ટીઓની શોખીન 41 વર્ષની એડ્રિયાના પેરલની સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર પાણીપતના રહેવાસી મુકેશ સાથે મુલાકાત થઈ. ધીરે ધીરે બન્ને વચ્ચે દોસ્તી અને પછી પ્રેમ થયો. બસ પછી તો એ જ પ્યારની કશીશ કેલિફોર્નિયાની પાર્ટી ગર્લને ભારત ખેંચી લાવી.
ભારત આવ્યાના બે મહિના બાદ એડ્રિયાનાએ પોતાના 25 વર્ષના પ્રેમી મુકેશ સાથે લગ્ન કરી લીધા. એડ્રિયાનાએ માત્ર લગ્ન જ ન કર્યા પરંતુ તે મુકેશના પરિવારમાં સંપૂર્ણપણે ઓતપ્રોત થઈ ગઈ. હરિયાણાના પાણીપતના એક નાનકડા ગામમાં એડ્રિયાના બિલકુલ એ રીતે જ રહે છે જેવી રીતે બાકીના ગામવાળા રહેતા હોય છે. મુકેશ ઉંમરમાં એડ્રિયાનાથી 15 વર્ષ નાનો છે. મુકેશ માટે એડ્રિયાનાએ માત્ર પોતાની બિન્દાસ લાઈફ સ્ટાઈલ જ નથી છોડી, પરંતુ તેની સાથે લગ્ન કરી ભારતની પારંપરિક ગૃહિણીની જવાબદારી પણ સંભાળી લીધી છે. પોતાના પ્રેમ માટે એડ્રિયાનાએ પોતાની 25 વર્ષની દિકરી લૂસી કોર્ટેજને પણ છોડી દિધી. એડ્રિયાના કહે છે કે તે મુકેશ સાથે ખુબ ખુશ છે.
આગળની સ્લાઈડમાં વાંચો હવે ખેતરમાં પણ કામ કરે છે