તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેન્દ્રીય મંત્રીઓએ કહ્યું સુરક્ષામાં રહેલી ખામીઓ દૂર કરાશે, કાશ્મીરીઓની કરી પ્રશંસા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીનગરઃ અમરનાથ યાત્રા પર થયેલા હુમલા બાદ કાશ્મીર પહોંચેલા કેન્દ્રી મંત્રી હંસરાજ આહીર અને જીતેન્દ્ર સિંહે બુધવારે આ હુમલાની તપાસ કરવામાં આવશે તેમ કહ્યું છે. હંસરાજ આહીરે જણાવ્યું કે, “ જો સિક્યોરિટીમાં કોઈ ખામી જોવા મળી તો તેને દૂર કરવામાં આવશે. આ હુમલો છતાં અમરનાથ યાત્રા કોઈપણ જાતના ડર વિના યથાવત છે, અમે આતંકવાદથી ડરવાના નથી.” તો જીતેન્દ્ર સિંહે કહ્યું કે આ હુમલાથી સમગ્ર દેશમાં દુખનો માહોલ છે. પીએમ અને હોમ મિનિસ્ટર સતત પરીસ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.
 
આતંકવાદ વિકાસના માર્ગમાં રોડા ન નાખી શકેઃ જીતેન્દ્ર સિંહ
 
- કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું કે, “ આ હુમલા દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂકની તપાસ ચાલી રહી છે. અમે સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓને દૂર કરીશું. આતંકવાદ વિકાસનો માર્ગ ન રોકી શકે. કાશ્મીરની જનતા છેલ્લાં 25 વર્ષ સુધી જે સંયમ રાખ્યો છે અમે તેનો આભાર માનીએ છીએ.”
 
'2017નું કાશ્મીર યુવાન છે'
 
- જીતેન્દ્ર સિંહે વધુમાં કહ્યું કે, “ કાશ્મીર વિરૂદ્ધ સમગ્ર હિંદુસ્તાન જેવી વાતો સામે આવે છે. હું જાણ કરું કે કાશ્મીરને લઈને કોઈ ગેરમાન્યતામાં ન રહો. કાશ્મીરથી IS, પોલીસ, મેડિકલ જેવા સેકટરમાં યુવાનો આવી રહ્યાં છે. આ 2017નું કાશ્મીર છે, આ જૂનું કાશ્મીર નથી. આ યુવા કાશ્મીર છે જે હિંદુસ્તાનની મેનસ્ટ્રીમ સાથે જોડાવવા માગે છે. મોદી સરકારમાં આવેલી યોજનાઓથી યુવાનો જોડાવવા માગે છે.”
- “ કાશ્મીરનો યુવાન આજે માહિતગાર છે. દરેક ફિલ્ડમાં તેઓ પોતાની હાજરી પુરવાર કરે છે. તેઓ હિંદુસ્તાન સાથે જોડાવવા માગે છે, તેઓ તે વાત જાણે છે કે કેટલાંક લોકો માહોલ ખરાબ કરી રહ્યાં છે.”
 
‘થોડા સમયમાં જ આતંકવાદ પર અંકુશ’
 
- “ આતંકવાદ તેના અંતિમ તબક્કામાં છે, જેના પર ટૂંક સમયમાં જ અંકુશ મુકાશે. અમરનાથ યાત્રા પર થયેલા હુમલાની પાછળ જવાબદાર આતંકી સંગઠનોની ઓળખ થઈ ચુકી છે. ગૃહ મંત્રીએ કહ્યું છે કે કાશ્મીરના લોકો આતંકવાદી નથી. તે સત્ય છે અને અમે પણ આ વાતને જ માનીને આગળ વધી રહ્યાં છીએ.”
 
યાત્રાળુઓનો આત્મવિશ્વાસ બુલંદ, નવો જથ્થો રવાના
 
- અમરનાથા યાત્રિકોનો નવો જથ્થો મંગળવારનાં રોજ રવાના થયો છે. આ જથ્થામાં 3,289 લોકો છે. જેમાં 2,283 પુરૂષો, 756 મહિલાઓ અને 250 સાધુ-સાધ્વી છે. આ લોકો CRPFની સુરક્ષા હેઠળ 68 બસોમાં જમ્મુથી બાલટાલ અને પહેલગામ માટે રવાના થયા છે.
- જમ્મુના ડિવિઝનલ કમિશનર મનદીપ ભંડારીએ કહ્યું કે, “ અમે યાત્રાળુઓની સુરક્ષા માટે સખ્ત સિક્યોરિટી પ્રોવાઈડ કરી છે. અમરનાથ શ્રાઈન બોર્ડે ગર્વનર, એન.એન.વોહરાને જણાવ્યું કે સવારે સાડા દશ સુધીમાં 18,838 યાત્રાળુઓ ગુફા માટે રવાના થઈ ચુક્યાં છે. યાત્રા શરૂ થયા બાદથી અત્યારસુધીમાં 1 લાખ 46 હજાર, 692 લોકોએ બર્ફાની બાબાના દર્શન કરી ચુક્યાં છે.”
- લોકોની સુરક્ષા માટે પેરામિલ્ટ્રી ફોર્સના 21 હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે. જે ગત વર્ષની તુલનાએ 9,500 જવાનો વધુ છે.
 
અન્ય સમાચારો પણ છે...