તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરનાથ હુમલોઃ આતંકના કારણે પાટા પરથી ઉતરી રહી છે જમ્મુ-કાશ્મીરની ગાડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીનગરઃ અમરનાથ યાત્રાળુઓ પર થયેલા આતંકી હુમલાના કારણે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરી શકે છે. છેલ્લાં થોડા મહિનાઓથી રાજ્યમાં સતત થઈ રહેલા આતંકી હુમલાઓના કારણે પ્રવાસીઓ અહીંયા આવવાનું ટાળી રહ્યા છે. ઉપરાંત જે લોકોએ દિવાળી કે તેની આસપાસ ત્યાં ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો તે કેન્સલ કરી રહ્યા છે. ટુરિઝમ, એગ્રીકલ્ચર, હોર્ટીકલ્ચર, હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલુમ દેશનું સ્વર્ગ ગણાતા જમ્મુ-કાશ્મીરના અર્થતંત્રની જીવાદોરી છે. છેલ્લા 5 વર્ષમાં રાજ્યનું અર્થતંત્ર 15 ટકાના દરે વધ્યું છે તો દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન પણ ઉઠાવવું પડી રહ્યું છે. રાજ્યમાં વિકાસને ગતિને આતંકવાદની બ્રેક લાગી છે.
 
જમ્મુ-કાશ્મીરના અર્થતંત્રમાં નાના-મોટા કારોબારનું યોગદાન
 
-2013-14 દરમિયાન જમ્મુ-કાશ્મીરનું અર્થતંત્ર 45,339 કરોડ રૂપિયાનું હતું. ચાલુ વર્ષે  તેમાં વધારો થવાનો હતો.
- રાજ્યના જીડીપીમાં કૃષિ અને સંબંધિત સેક્ટરનો ફાળો 20 ટકા, ઈન્ડસ્ટ્રી અને માઇનિંગનું યોગદાન 23.5 ટકા અને સર્વિસ સેક્ટરનો ફાળો 56.5 ટકા જેટલો છે.
 
સપ્ટેમ્બરથી ફેબ્રુઆરીની સીઝનની જોવાય છે રાહ
 
સપ્ટેમ્બરથી નવેમ્બર જમ્મુ-કાશ્મીરના કારોબારીઓ અને લોકો માટે ખાસ મહત્વ ધરાવે છે. ખેતરોમાં તૈયાર થયેલો પાકના સારા ભાવનો ફાયદો મેળવવા અહીંયાના લોકો હંમેશા તત્પર રહે છે. એક રિપોર્ટ મુજબ રાજ્યમાં આતંકી ઘટનાના કારણે ચાલુ સીઝનમાં મોટી સંખ્યામાં ઘરેલુ અને વિદેશી પર્યટકોએ તેમની ટિકિટ કેન્સલ કરાવી દીધી છે. જેની અસર રાજ્યના કારોબાર પર પડી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ભારતીય, વિદેશી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ફરવા આવે છે. જેના કારણે અહીંયાના સ્થાનિકોને આવક મળી રહે છે.
 
ટુરિઝમના સહારે ટકી છે રાજ્યની ઇન્ડસ્ટ્રી
 
ટુરિઝમ ક્ષેત્રના સહારે જમ્મુ-કાશ્મીરના નાના વેપારીઓને રોજી-રોટી મળે છે. સપ્ટેમ્બરથી જાન્યુઆરી સુધી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે. આતંકી હુમલાના સતત ભયના કારણે પૂરતા પ્રવાસીઓ આવતા ન હોવાથી આ તમામની અસર અહીં જોવા મળી છે.
 
હોટલ-રેસ્ટોરાંને મોટું નુકસાન
 
રાજ્યમાં ટુરિઝમને અનુકૂળ માહોલ ન હોવાથી હોટલ અને રેસ્ટોરાંને પણ મોટું નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. આતંકી હુમલાના કારણે મોટાભાગની હોટલો ખાલી છે. એસોચેમના રિપોર્ટ મુજબ સૌથી મોટી ચિંતા પ્રવાસીઓનો ભરોસો તૂટવો છે અને તેમને ફરીથી રાજ્યમાં આકર્ષિત કરવામાં લાંબો સમય લાગે છે. ઉત્તરાખંડનું ઉદાહરણ આપી રિપોર્ટમાં જણાવાયું છે કે ગત વર્ષે આવેલા પૂરના કારણે થયેલા નુકસાનમાંથી રાજ્ય હજી ઉભરી શક્યું નથી.
અન્ય સમાચારો પણ છે...