ભાજપના MLAના પિતાએ કોન્ટ્રાક્ટરને બેરહેમીથી માર્યો-નખ ખેંચ્યા, કેસ દાખલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેરઠઃ ઉત્તર પ્રદેશમાં ભાજપના ધારાસભ્ય સંગીત સોમના પિતાની સામે એક લેબર કોન્ટ્રાક્ટર સાથે મારપીટ અને નખ ખેંચવાનો ગંભીર આરોપ લાગ્યો છે. પોલીસે સોમના પિતા ઓમબીર સિંહ સહિત પાંચ લોકો સામે કેસ દાખલ કર્યો છે. જોકે, ધારાસભ્યએ પોતાના પિતા પર લાગેલા આરોપોને ખોટા બતાવ્યા છે.
શુ છે મામલો

સંગીતના પિતા ઓમબીર સિંહ એક ઇંટના ભઠ્ઠાના માલિક છે. તેના આ ભઠ્ઠા પર એક દલિત લેબર કોન્ટ્રાક્ટર હતો. આ લેબર કોન્ટ્રાક્ટરે ભઠ્ઠા પર કેટલાક મજૂરોને મોકલ્યા હતા જે ત્યાંના કર્મચારીઓની ખરાબ વર્તનને કારણે કામ છોડી ચાલ્યા ગયા. આરોપો અનુસાર મજૂરો ચાલ્યા જવાથી ગુસ્સે ભરાયેલા ઓમબીર અને તેમના સાથીઓએ બુધવારે લેબર કોન્ટ્રાક્ટરને બોલાવ્યો અને તેને ખરાબ રીતે માર્યો અને તેના નખ ખેંચી લીધા. આરોપીઓએ લેબર કોન્ટ્રાક્ટરને ધમકી આપી કે જો પોલીસને ફરિયાદ કરીશ તો તેના પરિવાર સાથે તેને પણ ખતમ કરી નાખશે. ગુરુવારે સ્થાનિક સપા નેતાઓની મદદથી તેણે પોલીસમાં ફરિયાદ કરાવી હતી. પોલીસે આરોપીની તબીબી તપાસ કરાવ્યા બાદ આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.
ધારાસભ્ય કહે છે, પિતા પર ખોટો આરોપ...

આ ઘટના સામે ધારાસભ્ય સંગીત સોમનું કહેવું છે કે તેના પિતા પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે. તેમના અનુસાર લેબર કોન્ટ્રાક્ટર સાથે ગરમાગરમ વાત જરૂર થઇ હતી. સોમે એમ પણ કહ્યું કે તેમના પિતા પાસેથી કોન્ટ્રાક્ટરે મજૂરો લાવવા માટે ચાર લાખ એડવાન્સ પણ લીધા હતા.
આગળની સ્લાઇડમાં જો સંબંધિત ફોટો...