અખિલેશ ઉ.પ્રદેશમાં ૩૮૨૧ કરોડ ખર્ચશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવે શુક્રવારે પોતાનું પ્રથમ અંદાજપત્ર રજૂ કર્યું. કુલ ૨.૧૦ લાખ કરોડના અંદાજપત્રમાં તેમણે ચૂંટણીવચનો પૂરાં કરવા પર ભાર મૂક્યો છે. વિદ્યાર્થીઓને લેપટોપ અને બેરોજગારી ભથ્થું ચૂકવવા માટે ૩૮૨૧ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. નવો વેરો પણ લાગુ નથી કર્યો. રાજ્યમાં ૧૦ અને ૧૨ ધોરણ પાસ વિદ્યાર્થીઓને લેપટોપ-ટેબલેટ પૂરા પાડવા ૨૭૧૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સાથે જ નવ લાખ લોકોને બેરોજગારી ભથ્થું આપવા રૂપિયા ૧૧૦૦ કરોડ અલગ રાખવામાં આવ્યા છે. આ સાથે જ અખિલેશ પાર્ક પોલિટિક્સમાં પણ સામેલ થઇ ગયા છે. તેમણે સપાના નેતા જનેશ્વર મિશ્રાના નામે લખનઉમાં પ૦૦ એકર જમીન વિસ્તારમાં પાર્ક ઊભો કરવાની જાહેરાત કરી છે. ઉત્તરપ્રદેશના બજેટે પહેલી જ વાર રૂપિયા બે લાખ કરોડનો આંકડો પાર કર્યો છે. ગત અંદાજપત્રના મુકબલે અંદાજપત્રના કદમાં ૧૮ ટકાની વૃદ્ધિ થયેલી છે. અંદાજપત્ર ઉડતી નજરે - ખેડૂતોને વીમો રૂપિયા એક લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા - ખેડૂતોને દેવા માફી માટે રૂપિયા પ૦૦ કરોડ અને ખેડૂત દુર્ઘટના યોજના માટે રૂપિયા ૩પ૦ કરોડની જોગવાઇ. - માર્ગ, પુલો, વીજક્ષેત્ર માટે ૨૩પ૯૨ કરોડની ફાળવણી. - ૧૨મી યોજના પ્રથમ વર્ષમાં ૨૮૦ નવી યોજના શરૂ થશે. તેના માટે રૂપિયા ૧૩૬પ૦ કરોડની ફાળવણી. - ઇટાવામાં વાઘ અભયારણ્ય અને પ્રજનન કેન્દ્રની રચના.