• Gujarati News
  • Akhilesh Yadav In Trouble As Power Crisis Hit Uttar Pradesh

ઉત્તરપ્રદેશમાં વીજસંકટ, કેન્દ્ર-રાજ્ય વચ્ચે તકરાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઉત્તરપ્રદેશમાં વીજસંકટ, કેન્દ્ર-રાજ્ય વચ્ચે તકરાર
- રાજ્યના અનેક ભાગોમાં ૧૦થી ૧૨ કલાક સુધીના વીજકાપથી લોકો ત્રાહિ‌મામ

ઉત્તરપ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં ૧૦થી ૧૨ કલાક સુધી વીજકાપ ચાલુ છે. સામાન્ય લોકોમાં હાહાકાર મચી ગયો છે અને બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ઉગ્ર તકરાર ચાલી રહી છે. રાજ્યની સપા સરકાર વીજસંકટ માટે કેન્દ્રને જવાબદાર ઠેરવી રહી છે. બીજી તરફ ભાજપ તેને લોકસભા ચૂંટણી સાથે જોડી રહી છે. પાર્ટીનું કહેવું છે કે સપા સરકાર ચૂંટણી હારી જવાના કારણે લોકોને હેરાન કરી રહી છે. ભાજપની આગેવાનીમાં રાજ્યમાં અનેક જગ્યાઓએ ધરણાં-પ્રદર્શન યોજાયાં હતાં.

ભાજપના નેતાઓનું કહેવું છે કે ચૂંટણી પહેલાં શહેરી વિસ્તારોમાં ૨૦ કલાક સુધી વીજ સપ્લાય પૂરો પડાતો હતો પરંતુ હવે ૧૦-૧૨ કલાક પણ પૂરી પડાતી નથી. આ અંગે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે જણાવ્યું હતું કે,' ભાજપ સરકાર દુષ્પ્રચાર કરી રહી છે. પ્રદેશના પાવર પ્લાન્ટમાં કોલસાની અછત છે. કેન્દ્ર અમને કોલસો પૂરો પાડશે તો લોકોને વીજળી પણ મળી જશે.’

દરમિયાનમાં કેન્દ્રીય ઊર્જા પ્રધાન પીયૂષ ગોયલે ઉત્તરપ્રદેશના વીજસંકટ પર જણાવ્યું હતું કે,'મેં અખિલેશને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તેમણે મારો ફોન પણ ઉઠાવ્યો નથી. મેં મારો નંબર છોડી દીધો છે. અત્યાર સુધી મુખ્યપ્રધાને મારો સંપર્ક કર્યો નથી.’ તેમણે જણાવ્યું કે,'યુપી સરકાર ત્રણથી ૧પ મે સુધી વીજળી ખરીદી રહી હતી. ચૂંટણી પરિણામો આવતાની સાથે તેમણે વીજળી ખરીદવાનું બંધ કરી દીધું છે. આવું કેમ કર્યુ છે તે ખબર નથી પરંતુ તે ઇચ્છે તો તેમના માટે વીજળી ઉપલબ્ધ છે.’
આગળ વાંચો, ખાનગી કંપનીઓએ ત્રણ વર્ષ પછી પણ પ્લાન્ટ શરૂ કર્યો નથી, વિપક્ષનો આરોપ- સપા નેતાઓના જિલ્લામાં વીજળી અપાય છે