ડોભાલ પહોંચ્યા બ્રીક્સની મીટિંગમાં, ચીને આપી જમ્મુ-કાશ્મીરમાં દખલગીરીની ધમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી/બેઈજીંગ: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બ્રિક્સની ગુરુવારે શરૂ થયેલી અગ્રણી સુરક્ષા અધિકારીઓની બેઠકમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે. ચીન અને ભારત સીમા વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બધાને આશા હતી કે આ બેઠકમાં ચીન અને ભારત સીમા વિવાદ વિશે ઉકેલની દિશામાં કોઈ વાતચીત થશે. પરંતુ ચીને આ આશા ઉપર પાણી ફેરવી દીધું છે. ચીને ધમકી આપી છે કે, ભારત ડોકલામમાંથી સેના પરત નહીં બોલાવે તો તેઓ કાશ્મીરમાં પણ દખલગીરી કરી શકે છે. 
ચીન મીડિયાએ ફરી ઉઠાવ્યો ડોકલામ વિવાદ
 
- ડોભાલે ચીનમાં તેમના સમકક્ષ યાંગ જિચી સાથે મુલાકાત કરી હતી.
- ડોભાલ શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે.
- અજીત ડોભાલનું કહેવું છે કે, દરેક બ્રિક્સ દેશોએ આતંકવાદ સામે એક જૂથ થઈને લડવું જોઈએ.
- આ દરમિયાન ચીને ફરી એકવાર ડોકલામ અને જમ્મુ-કાશ્મીર વિવાદ ઉઠાવ્યો છે.
 
ચીન મીડિયાએ કહ્યું- ડોભાલની ચીન મુલાકાતથી કોઈ ફેર નહીં પડે

અજીત ડોભાલ ચીનમાં છે ત્યારે ચીન મીડિયાએ ફરી એક વાર ડોકલામ વિવાદ ઉઠાવ્યો છે. ગ્લોબલ ટાઈમ્સમાં લખવામાં આવ્યું છે કે, ચીન ડોકલામ મુદ્દે કોઈ પણ પ્રકારની સમજૂતી નહીં કરે. લેખમાં લખવામાં આવ્યું છે કે, અજીત ડોભાલની ચીન મુલાકાતથી કોઈ ખાસ ફેર નથી પડતો. ચીન તેમની વાત પર અડગ જ રહેશે. ચીનનું કહેવું છે કે, ભારતે તેમની સેના ડોકલામથી પાછી લેવી પડશે તે પછી જ શાંતિની શરૂઆત થઈ શકે તેમ છે. 
 
આ સાથે જ ચીને ફરી એક વાર જમ્મુ-કાશ્મીર મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો છે. ચીને કહ્યું છેકે, જો ભારત ડોકલામ મુદ્દે પીછેહટ નહીં કરે તો ચીન જમ્મુ-કાશ્મીર મુદ્દે ફણ દખલ દેશે. આ પહેલા પણ ચીને કાશ્મીર મુદ્દે દખલ દેવાની વાત કરી હતી. ચીનનું કહેવું છે કે, ભારત, ચીન અને ભુટાનના મુદ્દામાં ત્રીજી પાર્ટી તરીકે દખલગીરી કરી રહ્યું છે. જો આવું જ રહેશે તો ચીન પણ પાકિસ્તાનની અરજીથી જમ્મુ-કાશ્મીર મુદ્દે દખલગીરી કરશે. ચીને સ્પષ્ટતા કરી છે કે, ભુટાને ભારત પાસે કોઈ મદદ માગી નથી તેમ છતા ભારત આ મુદ્દે દખલગીરી કરી રહ્યું છે. 
 
શું છે ડોકલામ વિવાદ ?
 
- જે ડોકલામ વિસ્તારને લઈને ભૂતાન અને ચીન વચ્ચે વિવાદ છે તે તિબેટ સ્થિત ચુંબી ઘાટીનો જ એક ભાગ છે.
- આ ક્ષેત્ર ભૂતાનનો ભૂભાગ છે, પરંતુ ચીન સમયાંતરે આ ક્ષેત્ર પર પોતાનો દાવો કરતું આવ્યું છે.
- ભારતના ઉત્તરપૂર્વી રાજ્યોનાને દેશના બાકિ ક્ષેત્રો સાથે જોડનારો અત્યંત મહત્વનો સિલીગુડી વિસ્તાર આ ઘાટીની ઠીકે નીચે માત્ર 50 કિમીના અંતરે જ સ્થિત છે.
- ભારતના સામરિક હિતોની સાથે સાથે આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વિસ્તાર ઘણો જ મહત્વનનો છે.
અન્ય સમાચારો પણ છે...