તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્લાઈટ કેન્સલ થશે કે બોર્ડિંગ ના પાડશે તો એરલાઈન્સ કંપનીએ આપવું પડશે ભારે વળતર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: મુસાફરીમાં સીટ કરતા વધારે બુકિંગ કર્યા પછી બોર્ડિંગ દ્વારા પેસેન્જરને ના પાડવામાં આવશે તો એરલાઈન્સ કંપનીએ રૂ. 20,000 સુધીનું વળતર આપવું પડશે. પહેલાં આ લિમિટ રૂ. 4,000 સુધીની રાખવામાં આવી હતી. જોકે, ઉડાનમાં મોડુ થશે તો તે માટે કોઈ વળતરની વ્યવસ્થા કરવામાં આવી નથી.
200% સુધીનું વળતર
- ડીજીસીએએ સિવિલ એવિયેશન રિક્વાયરમેન્ટ (સીએઆર)માં ફેરફાર કર્યા છે, જે પહેલી ઓગસ્ટથી લાગુ થશે.
- જો એરલાઈન્સ કંપની પેસેન્જરને ફ્લાઈટમાં લઈ જવાનો ઇનકાર કરે, પરંતુ એક કલાકની અંદર બોર્ડ પેસેન્જરે અન્ય ઉપડતી ફ્લાઈટમાં સીટ ફાળવે તો એરલાઈન્સ કંપનીએ દંડ નહીં ચૂકવવો પડે
- 2થી 24 કલાક સુધી ફ્લાઈટને મોડું થાય તો પેસેન્જરનું જમવાનું અને તેમના રિફ્રેશમેન્ટની જવાબદારી એરલાઈન્સ કંપનીની છે.
- તેના કરતા પણ વધારે મોડું થાય તો કંપનીએ પેસેન્જર્સની રહેવાની વ્યવસ્થા પણ કરવી પડશે.
આ સંજોગોમાં મળશે વળતર

- નક્કી કરેલા સમય કરતા એક કલાક મોડું પરંતુ 24 કલાકની અંદર એરલાઈન્સ કંપની પેસેન્જરને સીટ આપે છે તો બેઝિક ભાડાં અને ફ્યૂલ સરચાર્જના 200 ટકા વળતર આપવાનું રહેશે. આ વળતર મહત્તમ રૂ. 10,000 હશે.
- 24 કલાક પછી જો અલ્ટરનેટ ફ્લાઈટની વ્યવસ્થા કરી આપવામાં આવે તો વળતર બેઝિક ભાડાં અને ફ્યુઅલ સરચાર્જના 400% વળતર આપવું પડશે. આ રકમ મહત્તમ રૂ. 20,000 હશે.
- જો પેસેન્જર અલ્ટરનેટ ફ્લાઈટમાં જવાની જગ્યાએ તેમની મુસાફરી કેન્સલ કરે તો બેઝિક ભાડાં અને ફ્યુઅલ સરચાર્જના ટોટલના 400% (મહત્તમ રકમ રૂ. 20,000) વળતર સાથે ટિકિટની સમગ્ર રકમ પરત કરવી પડશે.
ફ્લાઈટ કેન્સલ થવાની સ્થિતિમાં

- એરલાઈન્સ કંપનીએ ફ્લાઈટ કેન્સલ થવાના બે સપ્તાહ પહેલાં પેસેન્જરને માહિતી આપવી જરૂરી છે. તે સાથે જ પેસેન્જરની ઈચ્છા પ્રમાણે તેમને રિફંડ આપવુ પડશે અથવા બીજી ફ્લાઈટમાં તેમનું બુકિંગ કરાવી આપવું પડશે.
- જો એરલાઈન્સ બે સપ્તાહ પહેલાં જાણ ન કરે અને 24 કલાક પહેલાં જ જાણ કરે તો તેમની નક્કી કરેલી ફ્લાઈટના સમયના બે કલાકમાં અન્ય કોઈ ફ્લાઈટમાં સીટનું બુકિંગ કરાવી આપવુ પડશે.
- જો પેસેન્જરને જાણ જ કરવામાં ન આવી હોય તો એક કલાક સુધીની ઉડાન માટે બેઝિક ભાડું અને ફ્યુઅલ સરચાર્જની રકમ ( મહત્તમ રૂ. 5,000) વળતર તરીકે આપવા પડશે. એકથી બે કલાકની ફ્લાઈટ માટે મહત્તમ વળતર રૂ. 7,500 અને બેથી વધારે કલાકની ફ્લાઈટ માટે રૂ. 10,000 વળતર આપવુ પડશે.
- પેસેન્જરે ટિકિટ બુક કરાવતી વખતે કોઈ કોન્ટેક્ટ માહિતી નહીં આપી હોય તો એરલાઈન્સ કંપનીએ કોઈ વળતર નહીં ચૂકવવું પડે.
આગળની સ્લાઈડમાં જાણો એરલાઈન્સ ટિકિટ કેન્સલ કરાવવું હવે ઓગસ્ટથી થશે સસ્તું, એરલાઈન્સ કંપની નહીં લઈ શકે વધારાનો ચાર્જ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો