તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોકરોચ બાદ હવે AIR INDIA ભોજનમાં માખી પિરસી, પ્રવાસીએ કરી ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: એર ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં પેસેન્જર્સને પિરસવામાં આવતા ભોજન અંગે નવો વિવાદ સામે આવ્યો છે. કાઠમાંડુથી કોલકાતા જતી ફ્લાઇટમાં એક મહિલા પેસેન્જરે આરોપ લગાવ્યો છે કે ફ્લાઇટ દરમિયાન તેને જે ફુડ પેકેટ આપવામાં આવ્યું હતું તેમાં માખી હતી. શનિવાર ફ્લાઇટના કોલકાતા લેંડ થયા બાદ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે એર ઇન્ડિયા તરફથી કોઇ સ્પષ્ટતા કરાઇ નથી.
અગાઉ મળ્યો હતું કોકરોચ

મહિલાના ફૂડ પેકેટમાં માખીની ફરિયાદ કરાઇ તે ફ્લાઇટ એઆઇ-284 હતી. અગાઉ 20 જૂનનાં એર ઇન્ડિયાની જ પટણા-દિલ્હી ફ્લાઇટમાં રામ મહતો નામના એક પ્રવાસીને ફૂડ પેકેટમાં ભોજન સાથે કોકરોચ પીરસવામાં આવ્યું હતું. જોકે એર ઇન્ડિયાએ આ આક્ષેપોને ખારીજ કરી નાંખ્યા હતા. તે અગાઉ એક પ્રવાસીએ ભોજનમાંથી ગરોળી નીકળી હોવાની ફરિયાદ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...