ભોપાલઃ કેન્દ્રીય મંત્રી પર ફેંકી શાહી, ઉતાવળમાં ગાડી દોડાવતા 2 વિદ્યાર્થી ઘાયલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભોપાલઃ શનિવારે એમ્સની મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા પર પ્રદર્શન કરી રહેલાં વિદ્યાર્થીઓની વચ્ચેથી કોઈએ શાહી ફેંકી હતી. આ દરમિયાન મંત્રીના ડ્રાઈવરે ઉતાવળમાં ગાડી આગળ ચલાવી હતી તેના કારણે MBBSના બે સ્ટુડ્ન્ટ્સ ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં નારાજ વિદ્યાર્થીઓને પોલીસે હાંકી કાઢ્યા હતા.
શા માટે નારાજ હતા વિદ્યાર્થીઓ?

- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ શનિવારે ભોપાલ સ્થિત એમ્સની મુલાકાત લીધી હતી.
- આ દરમિયામ તેમણે વિદ્યાર્થીઓનાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
- એમ્સમાં અસુવિધાથી નારાજ સ્ટુડન્ટ્સે નડ્ડા પર શાહી ફેંકી અને નારેબાજી કરી હતી.
- સ્ટુડન્ટ્સ એમ્સમાં નવા ડિરેક્ટરની નિમણૂક, ફેકલ્ટી અને અન્ય સ્ટાફની અછત દૂર કરવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લેબ જેવી સમસ્યાઓ દૂર કરવાની માંગણી કરી રહ્યા હતા.
- સ્ટુડન્ટ્સનું કહેવું હતું કે, 2013-14માં જ્યારથી તેઓએ MBBSમાં એડમિશન લીધું છે, ત્યારથી તેઓ મુશ્કેલીઓ સામે લડી રહ્યા છે.
- નોંધનીય છે કે, અહીંના પ્રભારી ડિરેક્ટર નિતિન એમ નાગરકર રાયપુર એમ્સની જવાબદારી સંભાળી રહ્યા છે.
મંત્રીના પ્રોમિસ પર વિખેરાયા સ્ટુ઼ડન્ટ્સ

- જ્યારે નડ્ડાએ નારાજ સ્ટુ઼ડન્ટ્સને કહ્યું કે, પહેલા જે પણ થયું હોય, તેમને ખબર નહોતી, પરંતુ હવે તમામ મુશ્કેલીઓ શોર્ટ આઉટ કરી રહ્યા છીએ. તેના પર સ્ટુ઼ડન્ટ્સે જવાબ આપ્યો હતો કે, અહીંયા જે પણ મંત્રી આવે છે, તે માત્ર પ્રોમિસ આપીને જતા રહે છે. જુલાઈમાં કેન્દ્રીય મંત્રી સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે પણ એમ્સ આવ્યા હતા. તેઓએ જે પ્રોમિસ આપી હતી, તે પણ પૂરી થઈ નથી. લેબ, ઈક્વિપમેન્ટ વગેરેની અછતના કારણે પ્રેક્ટિકલ નથી કરી શકતા. તેના પર નડ્ડાએ સ્ટુ઼ડન્ટ્સને ધીરજ રાખવા માટેની શિખામણ આપી હતી.
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...