તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેલમાં VIP ટ્રીટમેન્ટ માટે શશિકલાએ 2 કરોડ રૂપિયા આપ્યાં, અધિકારીના આક્ષેપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંગલુરૂઃ AIADMKના જનરલ સેક્રેટરી અને ગુનેગાર એવા વી.કે.શશિકલા હાલ બેંગલુરૂની સેન્ટ્રલ જેલમાં બંધ છે. ત્યારે શશિકલાને જેલમાં પણ સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળી રહી હોવાની ચર્ચાં ફરી ઊઠી છે, જયારે જેલના જ એક વરિષ્ઠ અધિકારીએ, ડીજીપીએ (જેલ) 2 કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાના આક્ષેપો કર્યાં છે. જેલના ડીઆઈજી રૂપા મુદગલે પોતાના રિપોર્ટમાં શશિકલાને જેલમાં ખાસ સુવિધા માટે લાંચ આપી હોવાનો ખુલાસો કર્યો છે. જો કે ડીજીપીએ (જેલ) સત્યનારાયણ રાવે પોતાના વિરૂદ્ધ લગાવેલાં આરોપોને ફગાવ્યાં છે અને આક્ષેપોને ખોટા ગણાવી પોતે માત્ર કોર્ટના આદેશોનું પાલન કરતાં હોવાનું જણાવ્યું છે. સાથે જ તેઓ કોઈપણ જાતની તપાસ માટે પોતે તૈયાર હોવાની પ્રતિક્રિયા આપી છે.
 
‘જેલમાં સુવિધા માટે 2 કરોડની લાંચ’
 
- બેંગલુરૂની જેલમાં બંધ AIADMKના જનરલ સેક્રેટરી વી.કે.શશિકલા ફરી એકવખત ચર્ચાંમા આવ્યાં છે.
- બેંગલુરૂ જેલના ડીઆઈજી રૂપા મુદ્દગલે આક્ષેપ કર્ય છે કે જેલમાં શશિકલાને વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહે તે માટે જેલના ઉચ્ચ અધિકારીઓએ 2 કરોડ રૂપિયાની લાંચ મેળવી છે.
- રૂપા મુદ્દગલે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, “ શશિકલાએ 1 કરોડ રૂપિયાના લાંચ રાવને અને 1 કરોડ રૂપિયાની લાંચ અન્ય અધિકારીઓને વેંચી છે. સેન્ટ્રલ જેલની વોર્ડનને પણ ગેરકાયદેસર રીતે ઊભી કરેલી સંપત્તિના કેસમાં 4 વર્ષની સજા મેળવનાર શશિકલા જેલની અંદર વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહે તે માટે પૈસા આપ્યાં છે. ”
- રૂપા મુદ્દગલે આ રિપોર્ટ રાજ્ય સરકારને પણ સુપ્રત કર્યો છે.
- જેલના ડીઆઈજી રૂપા મુદ્દગલના આક્ષેપ મુજબ 15 ફેબ્રુઆરીથી જેલમાં બંધ શશિકલાને જેલની અંદર જ રોયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.
- રૂપા મુદ્દગલની આરોપો મુજબ “ જેલ અધિકારી રાવથી લઈને જેલ વોર્ડન સુધીના લોકોને લાંચની રકમ આપવા બદલ તેઓ શશિકલા રોજ સ્પેશિયલ મેનુ ભોજનમાં આપે છે. આ ભોજન મહિલા વોર્ડની બાજુમાં ખાસ રસોડું તૈયાર કરી તેના સ્પેશિયલ શેફ દ્વારા તૈયાર કરવામાં વે છે.”
 
‘ જેલમાં ડ્રગ્સ પણ સહેલાયથી મળી રહે છે’
 
- વર્ષ 2000 બેચના આઈપીએસ અધિકારી રૂપા મુદ્દગલ દક્ષિણ ભારતના પ્રથમ મહિલા અધિકારી છે કે જેઓને જેલના ડીઆઈજી તરીકે નિમણૂંક કરવામાં આવ્યા હોય.
- અધિકારી રૂપા મુદ્દગલે જેલમાં ભારે ભ્રષ્ટાચાર તેમજ અનિયમિતતાના પણ આક્ષેપો કર્યાં હતા. સાથે જ કેટલાંક ખાસ કેદીઓને ડ્રગ્સ પણ આસાનીથી મળી જાય છે તેવા આક્ષેપો પણ તેમને પોતાના રિપોર્ટમાં રજૂ કર્યાં છે.
- રૂપા મુદ્દગલના આક્ષેપ મુજબ “ ઓછામાં ઓછા 18થી 25 કેદીઓની મેડિકલ તપાસમાં કરવામાં આવે તો ડ્રગ્સ લેવા અંગેના તેમના રિપોર્ટ પોઝિટિવ આવશે. આ માટે જેલના ડીજીપીથી લઈને વોર્ડન સુધીના તમામ લોકો જ જવાબદાર છે.”
 
‘આરોપો ખોટા છે, હું તપાસ માટે તૈયાર છું’
 
-  રૂપા મુદ્દગલના આરોપોને જેલના ડીઆઈજી સત્યનારાયણ રાવે ફગાવ્યાં હતા
- ડીઆઈજી સત્યનારાયણ રાવે કહ્યું કે “ મારા પર લગાવેલા આરોપોના પુરાવા તેમજ યોગ્ય ખુલાસા માટે મેં તેમને મેમો આપ્યો છે. તેમને મારા કે જેલના અન્ય અધિકારીઓ વિરૂદ્ધ કોઈ જ રિપોર્ટ મને કે સરકારને સોંપ્યો નથી.”
- ડીઆઈજી વધુમાં કહ્યું કે, “ મેં તેમને શુક્રવારે મળવાનું જણાવ્યું છે અને હાલ ન્યૂઝ ચેનલોમાં જ રિપોર્ટ ચાલી રહ્યો છે તે રિપોર્ટ મને હાથોહાથ આપવાના આદેશ આપ્યાં છે.”
- ડીઆઈજીએ આક્ષેપ કરતાં કહ્યું કે, “ સોમવારે જયારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રિવ્યૂ મીટિંગ બોલાવી હતી ત્યારે તેઓ કયાં હતા? જો તેઓએ જેલમાં કંઈક ખોટું થઈ રહ્યું છે તેવું અનુભવ્યું તો તેની ચર્ચાં કરવી જોઈએ. તેમને મારા પર જે આક્ષેપો કર્યાં છે તેની તપાસ માટે હું તૈયાર છું. કોર્ટે જ શશિકલાને સહાયક આપવાના આદેશ આપ્યાં હતા, અમે કોર્ટના આદેશોનું જ પાલન કરીએ છીએ.”
 
આગળની સ્લાઈડમાં જુઓ કયા કેસમાં શશિકલા જેલમાં બંધ છે?
અન્ય સમાચારો પણ છે...