નવી દિલ્હી: ભાપજની સરકારમાં કેન્દ્રીય મંત્રી રાધામોહન સિંહ રસ્તા વચ્ચે પેશાબ કરતા હોય એવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. સ્વચ્છ ભારતનું સૂત્ર આપનાર મોદી સરકારના મંત્રીની ઇન્ટરનેટ પર ખૂબ જ ટીકા થઇ રહી છે. ટ્વિટર અને ફેસબુક પર રાધામોહન સિંહની આ તસવીરને શેર કરવામાં આવી રહી છે.
- સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી તસવીરમાં સાફ જોઇ શકાય છે કે કેન્દ્રીય કૃષી મંત્રી રાધામોહન સિંહે પોતોની ગાડી રોકાવી અને કારથી નીચે ઉતરી ખુલ્લામાં પેશાબ કરવા લાગ્યા.
- તસવીરોમાં કેન્દ્રીય મંત્રીના સિક્યોરિટી ગાર્ડ પણ દેખાઇ રહ્યા છે.
- પરંતુ હજુ સુધી વાયરલ થયેલી તસવીરો ક્યાંની છે તેની ખબર પડી શકી નથી.
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે વર્ષ 2015માં જોરશોરથી સ્વચ્છ ભારત કેમ્પેન ચલાવ્યું હતું.
- પરંતુ આ રીતે કેન્દ્રીય મંત્રી ખુલ્લામાં પેશાબ કરે તેના કારણે મોદી સરકારની મજાક ઉડી રહી છે.
- ફેસબુક યુઝર Chetan Wanchooએ લખ્યું- કેન્દ્રીય મંત્રી રાધામોહન સિંહ 'સ્વચ્છ ભારત અભિયાન'નું પાલન કરતા દેખાઇ રહ્યા છે.
- Ramkrishna Mishra ફેસબુક પર લખે છે- સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવી રહેલા કેન્દ્રિય મંત્રી રાધામોહન સિંહ
- Wadhwa Puneet લખે છે- સ્વચ્છ ભારતનું સૌથી ઉમદા પ્રમોશન
આગળ જુઓ સંબંધિત તસવીરો...