તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

MP બાદ મહારાષ્ટ્રમાં વેગ પકડશે ખેડૂત આંદોલન, સરકારને 2 દિવસનું એલ્ટીમેટમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ મધ્ય પ્રદેશમાં ખેડૂત આંદોલન દરમિયાન ભડકેલી હિંસાની આગ મહારાષ્ટ્ર સહિત બીજા રાજ્યોમાં પહોંચી શકે છે. ગુરુવારે મહારાષ્ટ્રમાં આંદોલનને વેગ આપવા માટે બનાવવામાં આવેલી સુકાણૂ સમિતિની બેઠક મળી હતી. સમિતિએ ફડણવીસ સરકારને 2 દિવસનું અલ્ટીમેટમ આપીને કહ્યું છે કે જો તેમની માંગ પર ઝડપથી ફેંસલા નહીં લેવામાં આવે તો સોમવારથી આંદોલન ઉગ્ર બનાવશે.
 
આગળ શું થશે
 
- સમિતિના મેમ્બર અને સ્વાભિમાની શેતકરી સંગઠનના નેતા સાંસર રાજુ શેટ્ટીએ સરકારી ઓફિસરો આગળ પ્રદર્શન અને ટ્રેન રોકવાના સંકેત આપ્યા છે.
- ખેડૂત નેતા રઘુનાથ પાટીલે આરોપ લગાવ્યો કે, સીએમ દેવેન્દ્ર ફડણવીસે ખેડૂતોને દગો આપ્યો છે. તેથી તેમણે એકજૂથ થવું પડશે. ઋણથી પરેશાન ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.
- શેતકારી કામગાર પાર્ટીના નેતા જયંત પાટિલે કહ્યું કે, આંદોલનની આગામી લડાઇમાં નાસિક અને રાયગઢથી મુંબઇ જતું પાણી અટકાવી દેવામાં આવશે.
- નેતા બચુ કડૂએ કહ્યું કે, અમે પાકની પેટર્ન અને સરકાર બદલી પરંતુ ખેડૂતોની હાલતને બદલી ન શક્યા. પોલીસે ખેડૂતોને ધોકાવી રહી છે, પરંતુ શું તમે ક્યારેય દારી અને ભાંગ વિક્રેતાને માર ખાતા જોયા છે? સીએમના ઘરે આવતી શાકભાજી રોકી દઇશું.
 
આંદોલનમાં નેતાઓની હાજરીનો વિરોધ
 
મીટિંગ દરમિયાન મુંબઇની એક મહિલા મંચ પર પહોંચી ગઇ. ખુદને સામાજિક કાર્યકર્તા ગણાવીને તેણે મંચ પર ઉપસ્થિત રાજકીય પાર્ટીઓના નેતાની હાજરી અંગે વિરોધ વ્યક્ત કર્યો. હંગામાની હાલત જોઈ કાર્યકર્યાઓએ તેને મંચ  પરથી નીચે ઉતારી દીધી. મહિલાનું નામ કલ્પના ઇનામદાર છે.
 
મધ્ય પ્રદેશમાં અઠવાડિયાથી ખેડૂતો કરી રહ્યા છે આંદોલન
 
મધ્ય પ્રદેશના ખેડૂતો વિવિધ માંગને લઇ એક અઠવાડિયાથી આંદોલન કરી રહ્યા છે. મંદસૌરમાં પોલીસ ફાયરિંગમાં 6 ખેડૂતોના મોત થયા છે. સમગ્ર રાજ્યમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.
અન્ય સમાચારો પણ છે...