તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિહારઃ 11 વર્ષ બાદ જેલમાંથી બહાર આવ્યો બાહુબલી, છે અનેક આરોપો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પટણાઃ બિહારમાં ખૂંખાર ઘટનાઓને અંજામ આપનારા સીવાનના બાહુબલી મોહમ્મદ શહાબુદ્દીન 10 સપ્ટેમ્બર શનિવાર સવારે જેલમાંથી બહાર આવી ગયો છે. શહાબુદ્દીને બહાર આવી કહ્યું કે, લાલુ યાદવ જ મારા નેતા છે, નીતિશ કુમાર પરિસ્થિતિઓના મુખ્યમંત્રી છે. બધા જાણે છે મને ફસાવવામાં આવ્યો છે. શહાબુદ્દીન પર ગેરકાનૂની હથિયાર રાખવા, જેલમાં ગેરકાનૂની રીતે મોબાઈલનો ઉપયોગ, મર્ડર, અપરહરણ અને પોલીસ સામે ગોળીબાર કરવા જેવા ગંભીર આરોપો છે.
સીવાન પહોંચ્યા પછી શાહબુદ્દીને કહ્યું હતું કે તે પત્રકાર રાજદેવ રંજનના પરિવારની મુલાકાત લેશે. થોડા સમય પહેલાજ રાજદેવની હત્યા કરી દેવામાં આવી હતી. રાજદેવની હત્યાના કેસમાં શાહબુદ્દીનના અંગત સહયોગી લડ્ડન મિયા અત્યારે રાજદેવની હત્યાના કેસમાં જેલમાં છે. જો કે તપાસમાં શાહબુદ્દીનનું નામ આવ્યુ નહોતુ. પરંતુ તેમને સીવાન માંથી ભાગલપુર જેલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. રાજદેવના પરિવારના લોકોની માગણીથી નીતીશ સરકારે આ કેસની તપાસ માટે સીબીઆઇને વિનંતી કરી હતી. એક પત્રકારે તેમને પૂછ્યુ, લાંબો સમય જેલમાં રહેવાથી રાજકારણમાં કોઇ નુક્શાન થયું તેમણે કહ્યું, ‘થોડુ નુક્શાન થયુ છે.’
નોંધનીય છે કે તેની પત્ની હિના શહાબે 2014માં સીવાનથી લોકસભા ચૂંટણી લડી હતી. જેમા તે ભાજપના ઓમપ્રકાશ યાદવ સામે હારી ગઇ હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે જેલમાં સમય કેવી રીતે વિતાવતા હતા ત્યારે રાજદના એક નેતાએ કહ્યું, તેમને પુસ્તકો વાંચવાનો શોખ છે. જ્યારે જેલમાં હતા ત્યારે 4 બોક્સ લઇ ગયા હતા જેમા 3 બોક્સમાં પુસ્તકો હતા. ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીએ આરોપ લગાવ્યો છે કે, સુશીલ કુમાર મોદીને વર્તમાન મહાગઠબંધનની સરાકરે તેમની મુક્તિનો રસ્તો મોકળો કર્યો હતો. આ વાત પર શાહબુદ્દીને કહ્યું હતું કે , તેમને ગંભીરતાથી લેવા જોઇએ નહીં.
300 ગાડીઓના કાફલા સાથે સીવાન જવા રવાના
- શનિવારે સવારે અંદાજે 7.15 વાગ્યે શહાબુદ્દીન જેલમાંથી બહાર આવ્યો હતો.
- આ દરમિયાન મોટી સંખ્યામાં તેના સમર્થકો જેલ બહાર એકઠા થયા હતા.
- જેવો શહાબુદ્દીન જેલમાંથી બહાર આવ્યો ભાગદોડ મચી ગઈ હતી. તેમની પાસે જવા માટે લોકો આગળ વધવા લાગ્યા હતા.
- આ દરમિયાન કેટલાક મીડિયાકર્મીના કેમેરા પડી ગયા હતા અને તેમને સામાન્ય ઈજાઓ પણ થઈ હતી.
- સ્થિતિને કાબૂ કરવા માટે પોલીસે બળપ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી.
- શહબુદ્દીન 300 ગાડીઓનાં કાફલા સાથે તેના ગઢ સીવાન જવા માટે રવાના થયો.
- જેડીયૂ અને આરજેડીના અનેક કાર્યકરો તેને લેવા માટે પહોચ્યા હતા.
જેલમાંથી બહાર આવ્યા બાદ શું કહ્યું શહાબુદ્દીને?

- જેલમાંથી બહાર આવતા મોહમ્મદ શહાબુદ્દીને મીડિયા સાથે ચર્ચા કહી હતી.
- તેણે કહ્યું કે, 'મારાથી કોઈ ડરેલું નથી. મને આતંકવાદી સમાન ગણવો યોગ્ય છે.'
- '13 વર્ષ બાદ મારા ઘરે જઈ રહ્યો છું. છેલ્લા 10 વર્ષથી મેં કોઈ સાથે મુલાકાત કરી નથી'
- વધુમાં શહાબુદ્દીને કહ્યું કે, 'લાલુ યાદવ જ મારા નેતા છે, નીતિશ કુમાર પરિસ્થિતિઓના મુખ્યમંત્રી છે. બધા જાણે છે મને ફસાવવામાં આવ્યો છે.'
- સીવાન પહોંચ્યા પછી શાહબુદ્દીને કહ્યું હતું કે તે પત્રકાર રાજદેવ રંજનના પરિવારની મુલાકાત લેશે.
આ રીતે શરૂ થઈ અપરાધોની કહાણી, કેવી રીતે બન્યો બાહુબલી?

- શહાબુદ્દીનના અપરાધોની કહાણી 15 માર્ચ, 2001ના રોજ લાલુની પાર્ટીના એક નેતાની ધરપકડ કરવા આવેલા પોલીસ ઓફિસર સંજીવ કુમારને થપ્પડ માર્યા બાદ શરૂ થઈ હતી.
- આ ઘટના બાદ શહાબુદ્દીનના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘણી લાંબી ઝપાઝપી થઈ હતી. થપ્પડ મારનાર શહાબુદ્દીન પર પોલીસે દરોડા પાડ્યા હતા.
- આ દરમિયાન શહાબુદ્દીન સમર્થકો અને પોલીસ વચ્ચે કલાકો સુધી ગોળીબાર થયો હતો.
- આ ગોળીબારની ઘટનામાં 10 લોકો માર્યા ગયા અને પોલીસને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.
- ત્યારથી શહાબુદ્દીન એક બાહુબલી તરીકે ઓળખાવા લાગ્યો હતો.
ફેબ્રુઆરીમાં થયા હતા જામીન મંજૂર

- ઉલ્લેખનીય છે કે બે ભાઈઓની એસિડથી નવડાવીને હત્યા કર્યા બાદમાં હત્યાકાંડના એક માત્ર સાક્ષીના ત્રીજા ભાઈની હત્યાના મામલે શહાબુદ્દીન ભાગલપુર જેલમાં બંધ હતો.
- ડબલ મર્ડરમાં સંડોવાયેલા આરોપીને હાઈકોર્ટમાંથી ફેબ્રુઆરીમાં જ જામીન મળી ચૂક્યા હતા અને હવે સાક્ષીની હત્યા મામલે પણ બુધવારે મુખ્ય અદાલતે તેની જામીન મંજૂર કરી લીધા છે.
- તેવામાં શહાબુદ્દીનની જામીન બાદ બિહારના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, નીતિશની સતારૂઢ પાર્ટી હાલ આ મામલે કંઈ પણ કહેવા માટે તૈયાર નથી.
- વિપક્ષી ભાજપે આરોપ લગાવ્યો છે કે, લાલુ યાદવથી નજીકના હોવાથી સરકારે તેનો કેસ નબળો પાડી દીધો, જેના કારણે આવા ગુંડાને જામીન મળી ગયા.
શું હતો કેસ

- 2014માં સીવાનમાં બે સગા ભાઇઓ ઉપર એસિડ નાખીને તેમનો જીવ લેવાના કેસમાં એક સાક્ષીની હત્યાના આરોપમાં સજા કરવામાં આવી હતી. 2005માં નીતીશ કુમાર સત્તા પર આવ્યા પછી શાહબુદ્દીન વિરુદ્ધ કેટલાંય કેસ ખોલવામાં આવ્યા હતા.
- બુધવારે પટણાની હાઇ કોર્ટે તેમને મુક્તિ આપી હતી. જેલમાંથી નિકળ્યા પછી 300 ગાડીઓના કાફલામાં સીવાન રવાના થયા હતા.
40 કેસ પડતર
પટણા હાઇકોર્ટે સીવનાના ચર્ચિત એસિડ હત્યાકાંડના સાક્ષીની હત્યા કરવાના કેસમાં સાત સપ્ટેમ્બરે શહબુદ્દીનને જામીન મળ્યા હતા. તેના પર અપહરણ, હત્યા સહિત 40 કરતા વધારે કેસ ચાલી રહ્યા છે. એસિડ કાંડ છેલ્લો કેસ હતો જેમા તેને જામીન મળ્યા નહીં. 1986માં પ્રથમ વખત શાહબુદ્દીન વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાયો હતો. શાહબુદ્દીને નીતીશ કુમારના દારૂબંધીને ‘અંધા કાનૂન’ ગણાવ્યો હતો. - મુઝફ્ફરપુરમાં લંચ બ્રેક સમયે શાહબુદ્દીન નીતીશના દારૂબંધીના કાયદાને આંધળો ગણાવ્યો હતો.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, જેલમાંથી મુક્ત થયા બાદ કેવો હતો માહોલ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો