કાશ્મીર મહિલા ફૂટબોલ ટીમની કેપ્ટન બની અફશાં, કર્યો હતો જવાનો પર પથ્થરમારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરની મહિલા ફૂટબોલ ટીમે સોમવારે ગૃહમંત્રી રાજનાથ સિંહની દિલ્હીમાં મુલાકાત કરી. ટીમની કેપ્ટન 21 વર્ષની અફશાં આશિક છે. અફશાં તે સમયે સુરખીઓમાં આવી હતી જ્યારે એપ્રિલમાં તેમણે પોતાની સાથી ખેલાડીઓની સાથે સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો.

 

રાજનાથે તરત જ મહેબૂબા સાથે વાત કરી

 

- ન્યુઝ એજન્સી પ્રમાણે અફશાંએ કહ્યું, “અમે ગૃહમંત્રીને રાજ્યમાં સ્પોર્ટ્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અંગે વાત કરી. અમને લોકોને ખૂબ આશ્ચર્ય થયું જ્યારે તેમણે બિલકુલ સમય બરબાદ કર્યા વગર આ મામલે તાત્કાલિક સીએમ મહેબૂબા મુફ્તી સાથે વાત કરી અને જરૂરી મદદ આપવાનું જણાવ્યું.”

- અફશાં શ્રીનગરમાં રહે છે. તે મહિલા ફૂટબોલ ટીમની કેપ્ટન અને ગોલકીપર છે. તેનું કહેવું છે કે કાશ્મીરનું યુથ બહુ પ્રતિભાશાળી છે અને તેને પ્લેટફોર્મની જરૂર છે. અફશાં CM XI ટીમથી રમે છે.

- અફશાંએ કહ્યું, “ગૃહમંત્રીએ જણાવ્યું કે પીએમ સ્પેશિયલ પેકેજ હેઠળ રાજ્યને 100 કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યા છે.”

 

જિંદગીમાં આવ્યો યુ-ટર્ન

 

- અફશાં કહે છે, “પથ્થરબાજનો ફોટો સામે આવ્યા પછીથી મારી જિંદગી અને કેરિયરમાં જબરદસ્ત યુ-ટર્ન આવ્યો છે. જે હાથોથી સુરક્ષાદળો પર ક્યારેક પથ્થર ફેંક્યા હતા, આજે તે જ હાથોથી ગોલપોસ્ટમાં બોલ જતો રોકુ છું.”

- “હું પાછું વળીને જોવા નથી માંગતી. મારી જિંદગી હંમેશાં માટે બદલાઇ ગઇ છે. હું કંઇક હાંસલ કરવા માંગું છું જેથી રાજ્ય અને દેશને ગૌરવ થાય.”

- ઉલ્લેખનીય છે કે બોલિવુડમાં અફશાં પર ફિલ્મ બનાવવાનું પણ પ્લાનિંગ થઇ રહ્યું છે.

- રાજનાથ સાથે 30 મિનિટની મુલાકાતમાં ટીમ મેમ્બર્સે કહ્યું કે જો રાજ્યમાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી જાય તો યુથને આતંકવાદથી દૂર કરી શકાય છે.

 

શું બોલ્યા કોચ અને મેનેજર

 

- મેનેજર ત્શેરિંગ આંગમોએ કહ્યું, “સરહદ પાસેના વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સારું કરવાની જરૂર છે, જેથી યુવાન કાશ્મીરીઓને આતંકવાદ તરફ જવામાંથી પાછા વાળી શકાય.”

- “જો ટેલેન્ટને રમત તરફ વાળવામાં આવે તો કોઇપણ તેમનું બ્રેઇનવોશ ન કરી શકે. પછી ન તો કોઇ આતંકી બનશે અને ન કોઇ પથ્થરબાજ બનશે.”

- કોચ સતપાલ સિંહે કહ્યું, “જમ્મુ-કાશ્મીર સ્પોર્ટ્સ કાઉન્સિલે 22માંથી 19 જિલ્લાઓમાં સ્ટેટ ફૂટબોલ એકેડમી શરૂ કરી છે.”

- ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરની CM-XI મહિલા ફૂટબોલ ટીમમાં હરિયાણા, ઓડિશા, બિહાર અને ઝારખંડની પણ છોકરીઓ છે. 

અન્ય સમાચારો પણ છે...