તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Advocate With Terror Outfit Link Almost Became High Court Judge

ત્રાસવાદી સંપર્ક ધરાવતો વકીલ હાઈકોર્ટ જજ બનતા રહી ગયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લી ઘડીએ ખબર પડતા જાહેરાત અટકાવી દેવાઈ

ત્રાસવાદી સંગઠન સાથે સંપર્ક ધરાવતાં એક વકીલની હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક થવાની તૈયારી હતી પરંતું છેલ્લી ઘડીએ આની જાણ થતાં આ અંગેની જાહેરાત અટકાવી દેવામાં આવી હતી.

પ્રતિબંધિત સંગઠન સાથે સંબંધ હોવા છતાં હાઈકોર્ટના કોલેજિયમે વકીલની જજ તરીકે નિમણૂક કરવા સુપ્રીમ કોર્ટને ભલામણ કરી હતી. જ્યારે કોઈ વ્યકિતની હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક કરવાની હોય છે ત્યારે તેની માહિતી રાજ્યના મુખ્યપ્રધાન, રાજ્યપાલ તથા સુપ્રીમ કોર્ટને મોકલવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ આ અંગે નિર્ણય લે તે પહેલાં માત્ર હાઈકોર્ટ પાસેથી જ નહીં પરંતુ જે તે હાઈકોર્ટની કામગીરીથી વાકેફ હોય તેવા ન્યાયમૂર્તિની પણ સલાહ લે છે. આ તમામ વિધિ આટોપી લીધા બાદ છ મહિના અગાઉ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે વકીલની હાઈકોર્ટ જજ તરીકે નિમણૂક માટે સરકારને ભલામણ કરી હતી.

જોકે આખરી મંજૂરી આપતાં અગાઉ વડાપ્રધાનના કાર્યાલયે આ વકીલ સહિત તમામ નામોની ચકાસણી કરવાનો નિર્દેશ કર્યો હતો. આ કામગીરી સામાન્ય રીતે ઈન્ટેલિન્જસ બ્યૂરો (આઈબી) કરે છે. આઈબીની તપાસમાં વકીલનો સાચો ચહેરો જોવા મળ્યો હતો. આઈબીએ તેના રીપોર્ટમાં વકીલ પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠન સાથે સંપર્ક ધરાવતા હોવાનું જણાવ્યું હતું. આ સાથે હાઈકોર્ટના જજ બનવાના વકીલના અરમાન અધુરા રહી ગયા.