તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદી બાદ સંઘના નેતાઓને મળવા પહોંચ્યા અડવાણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગયા મહિને નરેન્દ્ર મોદીને પક્ષમાં બઢતી મળ્યા બાદ સર્જાયેલા વમળો પછી લાલકૃષ્ણ અડવાણીએ આજે આરએસએસ મુખ્યાલયની મુલાકાત લીધા પછી જણાવ્યું હતું કે સંઘવડા મોહન ભાગવત પક્ષ અને રાષ્ટ્રીય રાજકારણ માટે સંઘવડા ખૂબ જ હકારાત્મક વલણ અપનાવશે.દિલ્હીમાં ગઇકાલે મળેલી ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં મોદી અને અડવાણી નજીક નજીક જ બેઠા હતા.

અડવાણીએ આજની સંઘવડા મોહન ભાગવત સાથેની બેઠકમાં પક્ષની બાબતો અને રાષ્ટ્રીય રાજકારણની ચર્ચા કરી હતી. ભાગવત સાથેની બેઠક બાદ અડવાણીએ કહ્યું હતું કે પાંચ -છ રાજ્યોમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણી અને તે પછીની લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં થયેલી ચર્ચા રાષ્ટ્રીય રાજકારણમાં આવનારા બદલાવ માટે મદદરૂપ થશે. અડવાણીએ કહ્યું હતું કે પરિવર્તનો સાધીને દેશને સાચી દિશામાં લઇ જવાશે.

બેઠકમાં ભૈયાજી જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ અને દેશ માટે તેમની ભાગવત સાથેની મુલાકાત ખૂબ જ હકારાત્મક રહેશે. ૧૦ જુનના રોજ મોદીની ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષપદે થયેલી પસંદગી પછી અડવાણી આજે પહેલી જ વાર મીડિયા સમક્ષ આવ્યા હતા.

અડવાણીએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું પરંતુ અડવાણીએ તેમને નિર્ણયની પુન:વિચારણા કરવા કહ્યું હતું. ત્યારપછી અડવાણી દિલ્હીમાં ભાગવતને મળ્યા હતા. ભાગવતે તેમને ખાતરી આપી હતી કે સંઘ ભાજપની રાજકીય બાબતો અંગે સતત તેમની સાથે પરામર્શ કરશે.