• Gujarati News
  • Adivasi Rituals: Children Borne By Live in, Arranges Marriage For Parents

આદિવાસી પરંપરાઃ લિવ ઇનથી પેદા થયેલા બાળકો મોટા થઇને કરાવે છે મા-બાપના લગ્ન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આબૂ રોડઃ સુપ્રીમ કોર્ટે એક વર્ષ પહેલા લિવ ઇન રિલેશનશીપ પર કાનૂની મહોર લગાવતા આ સંબંધથી પેદા થયેલા બાળકોને માન્યતા આપી હતી. પરંતુ રાજસ્થાનના આબૂ રોડ સ્થિત અનેક આદિવાસી ગામોમાં લિવ ઇન રિલેશનશીપનો કોન્સેપ્ટ ઘણો જૂનો અને સામાજિક રીતે માન્યતા પામેલ છે. આદિવાસીઓની આ પરંપરાનું એક રોચક તથ્ય એ છે કે સામાન્ય રીતે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા યુગલના બાળકો જ તેમના માબાપના લગ્ન કરાવે છે. દર વર્ષે મેળામાં છોકરો અને છોકરી લિવ ઇન પાર્ટનર શોધે છે. આ વર્ષે પણ મેળો ગુરુવારે પૂર્ણ થયો છે અને આ મેળામાં પણ છોકરા-છોકરીઓએ પોતાના લિવ ઇન પાર્ટનર શોધી કાઢ્યા છે.
 
આવી રીતે નક્કી થાય છે પાર્ટનરો
 
ગણગૌર મેળો દર વર્ષે એપ્રિલ મહિનામાં યોજાય છે. આ મેળામાં આવનારા છોકરા-છોકરીઓ એક બીજાને પસંદ કર્યા પછી ત્યાથી ભાગી જાય છે. આ લોકો પોતાના ગામ છોડીને કોઇ બીજા ગામમાં પતિ-પત્ની તરીકે રહે છે અને પોતે સાથે રહે છે, તેની જાણ પોતાના પરિવારવાળાને કરી દે છે. જો બન્નેના પરિવાર લગ્ન માટે તૈયાર થઇ જાય તો લગ્ન કરાવી દેવામાં આવે છે અને જો નહીં તો તે પોતાનું જીવન લિવ ઇનમાં ગુજારે છે. લિવ ઇનમાં રહેતા બાળકો પણ પેદા થાય છે. પરંતુ પરંપરા અહીં આવતા રોચક થઇ જાય છે. જેમ કે લિવ ઇનથી થયેલા બાળકો મોટા થઇને પોતાના લાઇફ પાર્ટનર શોધતા પહેલા પોતાના મા-બાપના લગ્ન કરાવે છે, તો તેમના મા-બાપને આદિવાસી સમાજમાં માન્યતા મળી જાય છે અને તેઓ પોતાના ગામમાં પાછા ફરવા માટે આઝાદ થઇ જાય છે.

શું છે ગણગૌર મેળો
 
આદિવાસીઓમાં આ મેળો ઘણો લોકપ્રિય છે અને છોકરા-છોકરીઓને વર્ષથી તેની પ્રતીક્ષા હોય છે. ગણનો અર્થ શિવ અને ગૌરનો અર્થ ગૌરા એટલે કે પાર્વતી તેવો થાય છે.મેળામાં પણ ગણગૌરની માટીમાંથી બનેલી મૂર્તિઓની એક રાત પહેલા પૂજા કરવામાં આવે છે અને બીજા દિવસે તેને નદીમાં વિસર્જિત કરીદેવામાં આવે છે. મેળામાં લગભગ સમસ્ત આદિવાસી સમાજ હાજરી આપે છે. મેળાના સંચાલનની જવાબદારી વડીલોની હોય છે. છોકરો-છોકરી જ્યારે પોતાના લિવ ઇન પાર્ટનરો પસંદ કરી લીધા બાદ તેને ભગાડીને લઇ જાય છે તેને ‘ખેંચવુ’ તેવી પ્રથા કહે છે.
 
શું કહે છે સમાજના મુખિયા
 
‘આ મેળો અમારા સમાજમાં સિસોદીયા વંશે શરૂ કર્યો હતો. મેળાની ચર્ચિત પ્રથા પણ તે સમયથી જ ચાલી આવે છે. મે 15 વર્ષ પહેલા આ મેળામાં જ મારી લાઇફ પાર્ટનર શોધી હતી અને આજે અમારા ચાર બાળકો છે.’

- લાલારામ ગરાસિયા, પ્રધાન પંચાયત સમિતિ, આબૂ રોડ
 
આગળની સ્લાઇડમાં જો મેળાની તસવીરો...