મુંબઈ: મહારાષ્ટ્રનાં લાતૂર જિલ્લાનાં એમએલએ અમિત દેશમુખની કોંગ્રેસનાં મોટા ચહેરામાં ગણતરી થાય છે, પરંતુ બહુ ઓછા લોકો તેમની પત્ની અદિતિ દેશમુખને જાણે છે. જ્યાં અમિત રાજકારણમાં દિગ્ગજ છે, તેમ તેમની પત્ની પણ એક સમયે ટેલિવિઝનની દુનિયામાં છવાયેલી હતી. 20 સપ્ટેમ્બરના રોજ અદિતિ દેશમુખનો બર્થડે છે. આ પ્રસંગે અમે તમને અદિતિ અને દેશમુખ પરિવાર સાથે જોડાયેલી અજાણી વાતો ક્રમાનુસાર જણાવશે.
બોલીવુડ અભિનેતાની 'ભાભી', ભૂતપૂર્વ સીએમની 'વહુ' અને ધારાસભ્યની પત્ની
જો કે, અદિતિ દેશમુખ રાજકારણમાં સક્રિય નથી, પરંતુ ઘણી વાર તે પતિની સાથે રાજનૈતિક કાર્યક્રમોમાં ભાગ લે છે. અદિતિનાં સસરા સ્વ. વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા. જ્યારે તેમનો દિયર રિતેશ દેશમુખ બોલીવુડનો જાણીતો અભિનેતા છે. રિતેશની પત્ની જેનેલિયા પણ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.
સાત વર્ષ સુધી કર્યું મોડેલિંગ
લગ્ન પહેલા અદિતિએ સાત વર્ષ સુધી મોડેલિંગ કર્યુ અને ઘણી ટીવી સીરિયલોમાં પણ કામ કર્યું હતું. મોડલિંગ દરમ્યાન તેની મુલાકાત અમિત દેશમુખ સાથે થઈ હતી. બંન્ને વચ્ચે અફેર હોવાની અફવાઓ પણ ઉડી હતી, પરંતુ અંતે બંન્નેએ લગ્નને અરેન્જ મેરેજ જણાવ્યા.
અદિતિનાં પિતા છે મોટા બિઝનેસમેન
અદિતિના પિતા બેંગ્લોરનાં મોટા બિઝનેસમેન છે. થોડા વર્ષો પેહેલા તેઓ મુંબઈથી બેંગ્લોર શિફ્ટ થઈ ગયા હતા. બંન્ને પરિવારો વચ્ચે જુનાં સંબંધો હતા. જેના કારણે અદિતિ અને અમિત વચ્ચે સંબંધો જોડાયા.
આગળની સ્લાઈડમાં જુઓ અદિતિની અમુક ખાસ તસવીરો