તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Accused Of Sexual Haresment On AAP Leader By Maid No Action By Kejariwal From 8 Months

AAP નેતા પર નોકરડી સાથે જાતીય સતામણીનો આરોપ, કેજરીવાલે 8 મહિનામાં ન કરી કાર્યવાહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચંદીગઢ/લુધિયાનાઃ દિલ્હીમાં આપના મંત્રી સંદીપ કુમારનો અશ્લીલ વીડિયો લીક થયા બાદ હવે પંજાબમાં સંગરૂરના ઓબ્ઝર્વર રહેલા વિજય ચૌહાણ જાતીય સતામણીના આરોપમાં ઘેરાયા છે. સુનામના આમ આદમી પાર્ટીના બે વોલન્ટિયર્સ રવિંદર ઢિલ્લો અને મક્ખન નમોલે મંગળવારે ચંદીગઢમાં એક ઓડિયો ટેપ બહાર પાડીને કહ્યું કે, 'ચૌહાણે ધૂરીની પાર્ટી ઓફિસમાં કામ કરનારી મેઈડ (પરચૂરણ કામ કરનાર મહિલા) સાથે જાતીય સતામણી કરી છે. તેની લેખિત ફરિયાદ પીડિતાનાં પતિએ અરવિંદ કેજરીવાલ, સંજય સિંહને પણ આપી, પણ 8 મહિના પસાર થયા છત્તા કોઈ કાર્યવાહી થઈ નથી.
કેજરીવાલે દિલ્હી મહિલા પંચને મોકલ્યો કેસ...

- કેજરીવાલે કેસ દિલ્હી મહિલા પંચને મોકલ્યો હતો. ઓડિયોમાં ચોંકાવનારી વાત સાંભળવા મળી અને પંચની ચેરપર્સન સ્વાતી માલિવાલ, જે કેજરીવાલની ક્લોઝ છે, પીડિતાને ધિક્કારી રહી છે.
- આરોપોની પૃષ્ટિ એ વાતથી પણ થાય છે કે, આ દરમિયાન ચૌહાણને સંગરૂરથી પટિયાલા મોકલી દેવામાં આવ્યો હતો.
- ઢિલ્લોએ કહ્યું કે, 'જ્યારે પીડિતાએ ફરિયાદ કરી તો તેણે(રાજવંત) પીડિતા પાસે કેસ પાછો લેવા માટે દબાણ કર્યું હતું. ઓડિયોમાં તે બન્નેની વાતચીત સંભળાઈ રહી છે.'
- 'તેનાથી જાણ થાય છે કે, પીડિતા સાથે કંઈક ખોટું થયું છે, આ જ નેતા(રાજવંત)એ પીડિતાને એક લાખ રૂપિયા પણ આપ્યા હતા.'
- નોંધનીય છે કે, દિલ્હીના આપ ધારાસભ્ય દેવેન્દ્ર સહરાવત અને છોટેપુર પર પણ પંજાબમાં જાતીય સતામણીના આરોપ લાગી ચૂક્યા છે.
- ઓડિયો ટેપમાં વાતચીત કરનારા આપ નેતા પીડિતાને ફરિયાદ ન કરવા માટે દબાણ કરી રહ્યા છે. ટેપમાં આખી વાતચીત પંજાબી ભાષામાં છે.
લેટરમાં આ લખ્યું, ઘણીવાર રેપનો પ્રયાસ

- પીડિતાના પતિએ અરવિંદ કેજરીવાલને ફરિયાદમાં કહ્યું કે, 'ધૂરી પાર્ટીની ઓફિસમાં કામ કરતી વખતે વિજય ચૌહાણ હંમેશા છેડતી કરતાં.'
- 'મને કામેથી બહાર મોકલીને પત્ની સાથે રેપનો પણ પ્રયાસ થઈ ચૂક્યો છે. ઘણીવાર ફરિયાદ પણ કરી, પરંતુ થોડા દિવસ બાદ પાછો અશ્લીલ હરકતો શરૂ કરી દેતો હતો.'
- 'ઓગસ્ટ, 2015માં પાર્ટી ઓફિસમાં કામ શરૂ કર્યું હતું. ત્રાસીને ફેબ્રુઆરી, 2016માં છોડી દીધું હતું.'
ઓડિઓઃ વાંચો વાતચીત

રાજવંત સિંહઃ આ તે શું કર્યું, મારી અહીંયા બદનામી કરાવવાની હતી?
મહિલાઃ મેં ક્યા બદનામી કરાવી છે?
રાજવંત સિંહઃ એવું લખીને કેમ આપી આવી કે ચૌહાણ મારી સાથે જબરદસ્તી કરતો હતો?
મહિલાઃ મેં તો આ કોઈને નથી લખીને આપ્યું.
રાજવંત સિંહઃ તે એવું લખીને આપી દે કે તું કોઈને પણ લખીને આ અંગે ફરિયાદ નહીં કરે. હું તને અહીંયા મોકલનારા ગુરમીતને જૂતા મારી પૂછીશ કે, શું તેણે તને અહીંયા મારી બદનામી કરાવવા મોકલી હતી?
મહિલાઃ મારો ઘરવાળો તો કંઈ નથી બોલ્યો આ વિશે, પરંતુ તમે જ કહો કે બધાની ઈજ્જત હોય છે. તમે જ જણાવો કે શું ચૌહાણે મારી સાથે કંઈ નથી કર્યું, હું પણ તમારી બહેન-દીકરી જેવી છું. મને તમે ખોટું કહી દીધું.
રાજવંત સિંહઃ તને 6 મહિના અહીંથી ગયાના થઈ ગયા, શું ચૌહાણ હવે આવે છે તારી પાસે ત્યાં?
મહિલાઃ અમારી પાસે ચૌહાણ નથી આવતો, પરંતુ ચૌહાણે ભૂલ પણ નાની નથી કરીને?
રાજવંત સિંહઃ મેં તમારો સમય અહીંયા સારી રીતે પસાર કર્યો અને હવે મને પાર્ટી તરફથી પણ જૂતા પડી રહ્યા છે?
મહિલાઃ જુઓ, જૂતા તો અમને પણ પડી રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે તમે ચૌહાણ વિરુદ્ધ કેમ કઈ ન કર્યું?
રાજવંત સિંહઃ તમારે જે કરવું હોય તે કરો, તમે જે પાર્ટી સાથે ગડબડ કરી રહ્યા છો ને. લોકો મને કહી રહ્યા છે કે તારા કહેવાથી આ લોકોને રહેવા અને ખાવાની જગ્યા આપી અને હવે આ જ લોકો પાર્ટીની બદનામી કરી રહ્યા છે?
મહિલાઃ તમે મારી વાત સાંભળો, જો હું પોલીસ સ્ટેશને જઈને ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ આપું છું તો તેની પત્ની અને પરિવારને આ અંગે જાણ નહીં થાય કે શું? તેમના ઘરમાં ઝઘડો થશે, કંઈક આવો જ ઝઘડો મારા ઘરમાં પણ થયો છે. તમને તો માત્ર તમારી ટિકિટથી મતલબ છે તમે એક ટિકિટ માટે એક છોકરીની ઈજ્જત ખરાબ કરી રહ્યા છો ને, એ સારી વાત નથી. તમારી બહેન-દિકરી સાથે થયું હોત તો શું કરતા. મારી ઈજ્જત ખરાબ કરવાથી તમને ટિકિટ મળી જશે?
રાજવંત સિંહઃ ટિકિટની ક્યાં વાત આવી ગઈ આમા?
પુરાવા મળ્યા તો એક્શન

- પંજાબ બાબતના પ્રભારી સંજય સિંહ જો કોઈ ઓડિયો કે દસ્તાવેજમાં આવું કોઈ તથ્ય મળશે તો પાર્ટી કોઈની પણ વિરુદ્ધ એક્શન લેવાથી પાછળ નહીં હટે. જ્યારે અમે અમારા મંત્રીને નથી છોડ્યા તો ઓબ્ઝર્વર શું છે?
- વિજય ચૌહાણ દિલ્હીનો છે અને અણ્ણા આંદોલન દ્વારા આપ સાથે જોડાયો હતો. દિલ્હી ચૂંટણીમાં આપને જીતાડવામાં મહત્વની ભૂમિકા રહી હતી. પંજાબમાં પણ પ્રચાર પ્રસાર કર્યો હતો. એટલા માટે સંગરૂરનો ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યો હતો. હાલ પટિયાલામાં છે.
અન્ય સમાચારો પણ છે...