• Gujarati News
  • Accident In Ambedkar Hospital Because Of MRImachine In Raipur, Woman Severely Injured

MRI મશીને સ્ટ્રેચર સહિત ખેંચી મહિલાને, માથામાં આવ્યા 30 ટાંકા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: દુર્ઘટના બાદ વિલાપ કરી રહેલ પીડિતની માતા)

રાયપુર: આંબેડકર હોસ્પિટલમાં એક્સ-રે વિભાગમાં કે મહિલા એમઆરઆઈ મશીનમાં બહુ ખરાબ રીતે ફસાઇ ગઈ. મહિલાના માથામાં બહુ વાગ્યું ચે અને માથામાં 30 ટાંકા લેવા પડ્યા છે. મહિલાને અત્યારે સીસીયૂમાં રાખવામાં આવી છે. દુર્ઘટના બાદ બે લેબ ટેક્નીશિયનો દેવેશ પટેલ અને અબ્દુલ ખાલિદને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જ્યારે હોપ્સિટલના મુખ્ય ડૉક્ટર વિવેક ચૌધરીએ બે સિનિયર ડૉક્ટરો ડ્યૂટી ઇન્ચાર્જ ડૉ. એસબીએસ નેતામ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. આનંદ જાયસવાલને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે.
કેવી રીતે થઈ દુર્ઘટના:

સૂત્રોથી મળેલ માહિતી અનુસાર નેવરા જિલ્લાની રહેવાસી 33 વર્ષિય રામકુમારીને એક દુર્ઘટના બાદ ન્યૂરોસર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. ઓપરેશન પહેલાં એમઆરઆઈ તપાસની જરૂર પડતાં સોમવારે સવારે દસ વાગે એમઆરઆઈ કરવામાં આવી. એમઆરઆઈ બાદ એક ટેક્નીશિયન ડૉક્ટરને માહિતી આપવા ગયો જ્યારે બીજો મહિલા દરદી માટે સ્ટ્રેચર લેવા ગયો. એમઆરઆઈ મશીનમાં જબરજસ્ત ચૂંબકિય તાકાત હોય છે, એટલે જ તેની આજુબાજુ લોખંડની જગ્યાએ લાકડાના સ્ટ્રેચરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં ફોન કે લોખંડના કોઇપણ સામાનને લઈ જવા દેવામાં આવતો નથી. ત્યાં ટેક્નીશિયન લાકડાની જગ્યાએ નોર્મલ સ્ટ્રેચર લઈને આવ્યો, જેના કારણે આ દુર્ઘટના સર્જાઇ. જેવું સ્ટ્રેચર રૂમમાં ઘૂસ્યું, મશીને સ્ટ્રેચરને ખેંચી લીધુ. ટેક્નિશિયને તરત જ બહાર જઈને સિનિયર ડૉક્ટરને જણાવ્યું, પરંતુ ત્યાં સુધી મહિલા એમઆરઆઈ મશીનમાં ફસાઇ ગઈ હતી.

હોસ્પિટલના ડૉક્ટરે સ્વિકારી તેમની ભૂલ:
આંબેડકર હોસ્પિટલના રેડિયો ડાયગ્નોસિસ વિભાગના એચઓડી ડૉ. વિષ્ણુ દત્તે ભાસ્કર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, હા ભૂલ થઈ છે, પરંતુ તેમણે એ જણાવવાની ના પાડી દીધી છે કે, આ વખતે કયા વોર્ડ બોય, ટેક્નીશિયન કે કંસલ્ટન્ટ ડૉક્ટર હતા. એમ પણ કહ્યું કે મામલો ગંભીર છે. આવું ના જ થવું જોઇએ. હોસ્પિટલના એમડી ડૉ. વિવેક ચૌધરીએ બેકાળજી સ્વિકારી પણ ખરી. અને એમ પણ કહ્યું કે હોસ્પિટલ સ્ટાફની બેકાળજીના કારણે જે એક મહિલાના જીવ પર જોખમ આવી પડ્યું અને ત્રણ કરોડનું મશીન બગડી ગયું.
એમઆરઆઈ મશીનમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે:
- એમઆરઆઈ તપાસ પહેલાં આ જોવામાં આવે છે કે, આખા શરીર પર ક્યાંય લોખંડની વસ્તુ નથીને.
- સ્ટ્રેચરને અંદર લઈ જવાની મંજૂરી નથી.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, હોસ્પિટલની બેકાળજીના કારણે થયેલ દુર્ઘટનાની તસવીરો...