કલામે નકારી હતી અટલજીની ઓફર, પોખરણ ઓપરેશનમાં હતું એક ખાસ કોડ નેમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: ભારતના મિસાઈલ મેન એટલેકે ડૉ. એપીજે અબ્દુલ કલામનું સોમવારે નિધન થઈ ગયું છે. પોખરણમાં કરવામાં આવેલા એક ન્યુક્લિયર ટેસ્ટમાં કલામે મહત્વની ભૂમિકા નીભાવી હતી. 18 માર્ચ 1998ના દિવસે વડાપ્રધાન પદની શપથ લેતા પહેલા અટલ બિહારી વાજપેયી અબ્દુલ કલામને મળ્યા હતા. તે સમયે કલામ વડાપ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર હતા. તેમણે કલામને મંત્રી બનવાની ઓફર આપી હતી, પરંતુ કલામે વાજપેયીજીની આ ઓફર ઠુકરાવી દીધી હતી. તેના બે દિવસ પછી કલામ અને એટમિક એનર્જી કમીશનના ચેરમેન આર. ચિંદમ્બરમ્ વાજપેયીજીને મળવા માટે પહોચ્યાં હતાં. ત્યાં કલામે તેમને ન્યુક્લિયર મિસાઈલ પ્રોગ્રામ વિશે માહિતી આપી હતી.
અટલજી અને કલામ વચ્ચે થયેલી આ મીટિંગમાં ન્યુક્લિયર ટેસ્ટની તૈયારીઓ શરૂ કરવાની મંજૂરી મળી હતી. આ ઓપરેશનને શક્તિ નામ આપવામાં આવ્યું હતું. જ્યાકે કલામનું કોડ નેમ મેજર પૃથ્વીરાજ રાખવામાં આવ્યું હતું. અબ્દુલ કલામ અને સાથી વૈજ્ઞાનિક સિવાય વાજપેયીજી, જોર્જ ફર્નાન્ડિઝ, પ્રમોદ મહાજન, જસંવત સિંહ અને યશંવત સિન્હાને આ ટેસ્ટ વિશેની માહિતી હતી. પોખરણમાં ટેસ્ટની તૈયારી કરતી વખતે અમેરિકી સેટેલાઈટની નજરથી દૂર રાખવા કલામની સાથે દરેક વૈજ્ઞાનિક આર્મીના યુનિફોર્મમાં કામ કરતા હતાં.
અમેરિકી સેટેલાઈટથી બચવા માટે કલામ તેમની ટીમ સાથે રાત્રે કામ કરતા હતાં અને સાઈટ પર જવા આવવા માટે અલગ અળગ રસ્તાઓનો ઉપયોગ કરતા હતાં. અંતે 11 મે અને 13મેના દિવસે ન્યુક્લિયર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી ડૉ. કલામે પ્રેસ કોન્ફરન્સ કરીને ન્યુક્લિયર ટેસ્ટ વિશેની સમગ્ર માહિતી આપી હતી. કલામે કહ્યું કે, ડીઆરડી અને ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીએ આપણી ટેક્નોલોજીને મળેવા દેશને ન્યુક્લિયર હુમલા સામે એક કવચ બનાવી દીધું છે.