પૂર્વ રાષ્ટ્રપતિ કલામની તબિયત લથડી, હોસ્પિટલ ખસેડાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિલોંગ: એપીજે અબ્દુલ કલામ, ગઈ કાલ સુધી લોકોના દિલોમાં વસતા હતા આજે યાદોમાં વસવા લાગ્યા છે. એટલે કે અમર થઈ ગયા. સોમવારે સાંજે એક સમાચાર આવ્યા અને આખાય દેશનું હૃદય રોઈ પડ્યું, શા માટે ન રુએ? તેઓ લોકોનાં હૃદયમાં તો વસતા હતા. હંમેશા કહેતા હતા કે હું એક શિક્ષક તરીકે ઓળખાવા માગું છું અને મરું ત્યારે લોકો મને શિક્ષક તરીકે ઓળખે, અને એવું જ થયું. સોમવારે સાંજે 6-30 વાગે શિલોંગ IIMમાં ભાષણ આપતી વખતે હાર્ટ એટેક આવ્યો અને બેભાન થઈને ઢળી પડ્યા. તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો પરંતુ સાંજે 7-45 વાગે મૃત જાહેર કરાયા. દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે પણ રજા નહીં પડે. તેમનો પાર્થિવ દેહ મંગળવારે દિલ્હી લઈ અવાશે. પરંતુ તેમના જન્મસ્થાન રામેશ્વરમ ખાતે તેમને સુપર્દ-એ-ખાક કરવામાં આવશે.
'તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે લેક્ચર આપી રહ્યા હતા, ત્યારે અચનાક ઢળી પડ્યાં હતા', તેમ ખાસી હિલ્સના એસ.પી એમ ખારક્રંગે જણાવ્યું હતું. કલામને બેથની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મેઘાયલના ગવર્નર વી શાન્મુઘનાથન અને ચીફ સેક્રેટરી પીબીઓ વાર્જરીએ બેથની હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના સીઇઓ જૉન સાઇલોએ જણાવ્યું કે જ્યારે કલામને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની નસ અને બ્લડ પ્રેશર સાથ છોડી ચૂક્યા હતા. ડોક્ટરોએ પ્રયત્નો કર્યા પરંતુ તેમનું શરીર કોઇ પ્રતિક્રિયા આપી રહ્યું નહોતું.
જેમની ભુજાઓમાં જીવ છોડ્યો તેમણે ભાસ્કરને કહ્યા કલામના આખરી શબ્દો
બપોરે ત્રણ વાગે અમે દિલ્હીથી ગૌહાટી પહોંચ્યા. ત્યાંથી કારમાં શિલોંગ જવા નીકળ્યા. પહોંચતા અઢી કલાક લાગ્યા. સામાન્યત: કલામ કારમાં સૂઈ જતા હતા પરંતુ આ વખતે તેઓ વાતો કરતા રહ્યા. શિલોંગમાં જમીને અમે આઈઆઈએમ પહોંચ્યા. તેઓ ભાષણ આપવા સ્ટેજ ઉપર ગયા. હું પાછળ જ ઊભો હતો. તેમણે મને પૂછ્યું ઓલ ફિટ મેં જવાબ આપ્યો જી સાહેબ. બે વાક્યો જ બોલ્યા હશે અને પડી ગયા. મેં તેમને હાથમાં ઉપાડી લીધા. તેમને હોસ્પિટલમાં લઈ ગયા પણ તેઓ બચી ન શક્યા. સાહેબ કાયમ કહેતા હતા કે હું હંમેશા લોકોના મનમાં એક શિક્ષક તરીકે યાદ રહેવા માગું છું અને તેઓ ભણાવતા-ભણાવતા જ જતા રહ્યા. તેમણે કહેલું છેલ્લું વાક્ય હતું કે ‘ધરતીને જીવવાલાયક કેવી રીતે બનાવવામાં આવેω’ શિલોંગ આવતી વખતે રસ્તામાં કહેતા હતા કે સંસદમાં રહેલી મડાગાંઠ કેવી રીતે દૂર કરી શકાય? પછી કહેવા લાગ્યા કે આઈઆઈએમના વિદ્યાર્થીઓને જ પૂછીશ. - સૃજન પાલ સિંહ (સાથી)
પૃથ્વી ઉપર લેક્ચર આપવા ગયા હતા શિલોંગ
IIM, શિલોંગમાં ડો. કલામ લિવેબલ પ્લેનેટ અર્થ સબ્જેક્ટ પર સંબોધન કરી રહ્યાં હતા. આ અંગે તેમણે ટ્વીટ પણ કર્યું હતું, જે તેમનું અંતિમ ટ્વીટ સાબિત થયું.
ડો. અબ્દુલ કલામની અંતિમ TWEET

@APJAbdulKalam
Going to Shillong.. to take course on Livable Planet earth at iim.
With @srijanpalsingh and Sharma.
26 જુલાઇએ કારગિલ વિજય દિવસ પર શહીદોને યાદ કર્યા હતા
@APJAbdulKalam
Today is anniversary of operation Vijay ... on this day my respect to all the soldiers who served the nation in such difficult times.
5 વાતો, જે કલામના જીવનમાંથી શીખી શકાય
જ્ઞાનની પાછળ દોડો : કલામ કહેતા હતા જ્ઞાન સફળતાનો આધાર છે. જીવનમાં લક જેવું કાંઈ જ નહોતું નથી. બધું જ મહેનતથી છે. વ્યક્તિ સફળતાની પાછળ ભાગ છે પરંતુ તેણે જ્ઞાનની પાછળ ભાગવું જોઈએ સફળતા આપમેળે મળી જશે.
નાનો ગોલ ગુનો : વ્યક્તિનાં આગળ વધવામાં સ્વપ્ન સૌથી મદદગાર હોય છે. સંશોધનમાં પણ વિચાર્યું કે એવું કેમ થાય છે. મોટા સપનાં જુઓ. નાના સપના જોવા ગુનો છે. એડિસન હોય કે ન્યુટન, આઈન્સ્ટાઈન હોય કે રાઈટ બધાએ મોટા સપના જોયા.
માત્ર કામ જ કરતા રહો : કલામ જ્યારે મદ્રાસ ઈન્સ્ટિ.ઓફ ટેકનોલોજીમાં ભણતા હતા ત્યારે તેમના એરક્રાફ્ટ ડિઝાઈનને પ્રોફેસરે રિજેક્ટ કરી દીધી. ત્રણ દિવસમાં નવી ડિઝાઈન બનાવવાનું કહ્યું. નહીં તો સ્કોલરશીપ અટકી ગઈ હોત. કલામે આખી રાત કામ કરી બે દિવસમાં ડિઝાઈન બનાવી.
નવા આઈડિયાનો દુ:સાહસ બતાવો : તેઓ કહેતા કે અલગ રીતે વિચારવાનો દુ:સાહસ કરો. આવિષ્કારનો સાહસ કરો. હંમેશા અસંભવને શોધવા સાહસ કરો અને જીતો.
ભ્રષ્ટાચાર ઘરમાંથી જ ખતમ કરો : કલામ 2020 સુધી ભારતને ભ્રષ્ટાચારમુક્ત રાષ્ટ્ર બનાવવા માગતા હતા. બાળકોને કહેતા કે ભ્રષ્ટાચારને ખતમ કરવા પોતાના ઘરથી શરૂઆત કરો.

અબ્દુલ કલામ વિશે જાણવા માટે આગળની સ્લાઇડ્સ ક્લિક કરો... (કલામની વિવિધ સેલેબ્રિટી સાથેની તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો..)